SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ પ્રશ્ર ઉત્તર ૬૧ પ્રશ્ન ઉત્તર ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે મનુષ્ય સંબંધે જાણવું. મનુષ્ય સ્ત્રી સંબંધે પણ એમ જ સમજવું. હે ભગવન્! દેવ દેવ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જેમ નરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ, નામ, ગોત્ર અને અંતરાય. હે ભગવન! નરયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. એમ વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! જીવ કેવી રીતે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે? હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે, દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શનમોહનીય કર્મનો ઉદય થાય છે, દર્શનમોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વનો ઉદય થાય છે અને મિથ્યાત્વના ઉદયથી હે ગૌતમ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ પ્રકૃતિઓ બાંધે છે. હે ભગવન્! નરયિક આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે છે? હે ગૌતમ! એમ જ જાણવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! જીવો આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે? એમ જ બાંધે છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ કેટલા સ્થાનોએ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? હે ગૌતમ! બે સ્થાને બાંધે. રાગથી અને દ્વેષથી. રાગ બે પ્રકારનો છે - માયા અને લોભ. દ્વેષ બે પ્રકારનો છે - ક્રોધ અને માન જીવવીર્ય વડે યુક્ત એ ચાર સ્થાનકોએ એ પ્રમાણે ૬૨ પ્રશ્ન ઉત્તર - ૬૪) ૬૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy