SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ પ્રશ્ન ઉત્તર જીવ ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એમ નરયિક યાવત્ વૈમાનિક સંબંધે જાણવું. હે ભગવન! જીવો જ્ઞાનાવરણીય કર્મ કેટલા સ્થાનકોએ બાંધે ? હે ગૌતમ! બે સ્થાનકોએ બાંધે ઈત્યાદિ એમ જ જાણવું. એ પ્રમાણે નરયિકો યાવત્ વૈમાનિકો જાણવા. એમ દર્શનાવરણીય કર્મ યાવત્ અંતરાયકર્મ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુવચનના સોળ દિડકો જાણવા. હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદ? હે ગૌતમ! હે ગૌતમ કદાચ વેદે અને કદાચ ન વેદેહે ભગવન! નરયિક જ્ઞાનાવરણીય કર્મવેદે? હે ગૌતમ! અવશ્ય વેદ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું પરંતુ મનુષ્યને જીવનને પેઠે કહેવું. હે ભગવન! જીવો છે ઈત્યાદિ કાયપરિચારક દેવો સંબંધે કહ્યું તેમ બધું કહેવું. તેમાં જે રૂપ પરિચારક-દેવો છે. તેઓના મનમાં ઈચ્છા થાય છે કે “અમે અપ્સરાઓની સાથે રૂપે વડે મૈથુન સેવવાને ઈચ્છીએ છીએ એટલે તે પ્રમાણે જ તે દેવીઓ ઉત્તર વૈક્રિય રૂપો કરે છે, કરીને જ્યાં તે દેવો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તે દેવોની થોડે દૂર રહીને તે ઉદાર શૃંગારવાળું યાવત્ મનોહર પોતાનું ઉત્તર વૈક્રિય રૂપે બતાવતી ઉભી રહે છે. તે પછી તે અપ્સરાઓની સાથે રૂપપરિચારણા કરે છે. બાકી બધું તેમ જ જાણવું, તેમાં જે શબ્દપરિચારક દેવો છે તેઓના મનમાં ઈચ્છા થાય છે કે અમે અપ્સરાઓની સાથે શબ્દ પરિચાર કરવાને ઈચ્છીએ છીએ એટલે પૂર્વવત્ યાવત્ ક્રિય રૂપે વિફર્વે છે, વિક્ર્વાને જ્યાં દેવો છે ત્યાં આવે છે, આવીને તે દેવોની પાસે થોડે દૂર ૬૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy