SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પ્રશ્ર હે ભગવન્! કેટલા ભાષાના પ્રકારો રહ્યાં છે? ઉત્તર હે ગૌતમ! ભાષાના ચાર પ્રકારો કહ્યાં છે, તે આ પ્રમાણે (૧) સત્યભાષા, (૨) મૃષાભાષા, (૩) સત્યમૃષાભાષા, (૪) અસત્યમૃષાભાષા. હે ભગવન! એ પ્રમાણે એ ચાર ભાષાના પ્રકારો બોલનાર આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ! અવશ્ય એ પ્રમાણે એ સોળ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા અસત્ય નથી. ૪૭ પ્રશ્ર હે ભગવન્! એ સત્યભાષી, યાવત્ અભાષી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર સોથી થોડા જીવો સત્યભાષી છે, તેથી સત્યમૃષાભાષી અસંખ્યાતગુણા છે, તેથી મૃષાભાષી અસંખ્યાત ગુણા છે, તેથી અસત્યમૃષાભાષી અસંખ્યાતગુણા છે અને તેથી અભાષી અનન્તગુણા છે. ૪૮ પ્રશ્ન હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે? ઉત્તર હે ગોતમ! પાંચ શરીરો કહ્યાં છે. દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. હે ભગવન! નરયિકોને કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ! ત્રણ - વૈક્રિય, તેજસ અને કાર્પણ. એમ અસુરકુમારોને યાવત્ સ્તનતકુમારોને જાણવું. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલાં શરીરો છે? હે ગૌતમ! ત્રણ. દારિક, તેજસ અને કાર્મણ. એ પ્રમાણે વાયુકાય સિવાય યાવત્ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. હે ભગવન્! વાયુકાયિકોને કેટલાં શરીરો હોય છે? હે ગૌતમ! ચાર - દારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચોને પણ જાણવું. હે ભગવન્! મનુષ્યોને કેટલાં શરીર (૫૭) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy