SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. તેથી જ્યારે જુઓ ત્યારે કામવાસનાના ભૂખ્યા જ હોય છે, પરિણામે વાંદરાની જેમ કૂદકો મારીને બીજાનો સહવાસ કરે તો પણ ભૂખ્યા વરૂની જેમ તેની વિલાસી માયા તેમને રાત-દિવસ ઉજાગરા કરાવતી જ હોય છે. આવા માણસો સદેવ વ્યાકુલ હોય છે, મોહાસક્ત હોય છે. વિલાસ સિવાય તેમને બીજે ક્યાંય બેસવું, બોલવું કે ઊઠવું પણ ગમતું નથી. ઉશ્કેરાયેલું મન હજારો મણ આઈસ્ક્રીમ ઝાપટી ગયા હોય કે એરકન્ડીશનમાં બેઠા હોય તો પણ ગરમ જ હોય છે. તેમનું મન એકમાં સ્થિર નથી, બીજીમાં ઠરતું નથી, ત્રીજી બહારથી ગમે છે પણ અંદરથી નહિ, ચોથી મદ્રાસમાં, પાંચમી કલકત્તામાં, છઠ્ઠી પૂનામાં, સાતમી વળી ક્યાંય બગાસાં જ ખાતી હોય છે. આવી રીતે તેમનું જીવન ભૂંડ કરતાં પણ ગયું-વીતેલું હોય છે. ૪૦ પ્રશ્ર દેવો ક્યાં રહેતા હશે? ઉત્તર જે જમીન પર આપણે ઉભા છીએ તે સાત નરક ભૂમિઓમાંથી પ્રથમ ભૂમિ છે, જે પહેલી નરક કહેવાય છે. તે ૧,૦૮,૦૦૦ એક લાખ એંશી હજારની જાડાઈવાળી છે. તેમાંથી ઉપર નીચે એક એક હજાર યોજન છોડીને શેષના ખરભાગ, પકભાગ અને જળબહુલ ભાગના ત્રણ વિભાગો છે. તેમાંથી ખરભાગમાં અસુરકુમારોને છોડી શેષ ભવનપતિઓના મકાનો આવે છે. તેમાં રહેનારા દેવો શોખીન હોવાથી કુમાર શબ્દથી અંકિત હોય છે. અને પંકભાગના સ્થાનોમાં અસુરકુમારો રહે છે, ઉપરના હજાર યોજન જે છોડી દેવાયા હતા તેમાં ઉપર નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડી શેષ ૮૦૦ યોજનમાં વ્યંતર દેવો રહે છે અને ઉપરના ત્યજેલા ૧૦૦ પ૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy