________________
૩૯ પ્રશ્ન
ઉત્તર
હસનારા તેઓ મરીને નરકના મહેમાન બનવા પામે છે. સંસારી જીવો મૈથુનાસક્ત શા માટે થાય છે ?
જવાબમાં જણાવવાનું કે અનાજના અમુક દાણાઓમાં અંકુરોત્પત્તિનું મૂળકારણ તેમાં રહેલા બીજ તત્વને આભારી છે તેવી રીતે અનંતસંસારમાં પરિભ્રમણ કરતાં જીવાત્માના પ્રત્યેક પ્રદેશ પર આઠે કર્મોની અનંત વર્ગણા વળગેલી છે. તેમાં શરાબપાનના નશાને ચરિતાર્થ કરનાર મોહકર્મના અન્નદ્ભૂત વેદકર્મ પણ પોતાની સત્તા મજબુત જમાવીને રહેલું છે, જેના કારણે પુરૂષને સ્ત્રી તરફ, સ્ત્રીને પુરૂષ ત૨ફ અને નપુંસકને બંને તરફની માયાના પ્રભાવે એક જીવ બીજા જીવને માટે આકર્ષણ કરનાર બનવા પામે છે. વેદકર્મ પણ અતિ નિકાચિત, અલ્પ નિકાચિત અને અનિકાચિતરૂપે ત્રણ પ્રકારે છે. ગત ભવોમાં મોહમાયામાં પૂર્ણ મસ્ત બનીને આવનારા ભવોને માટે અતિ નિકાચિતરૂપે બાંધેલ વેદકર્મ તે જીવાત્માનો જેમ જેમ બાલ્યકાળ સમાપ્ત થતો જાય છે, તેમ તેમ ભડકતો જાય છે. અને ભોગના સાધન તરીકે મળેલ પુરૂષને પુરૂષ શ૨ી૨, સ્ત્રીને સ્ત્રી શરીર પણ મદમાતું-ભોગક્ષમ અને આકર્ષક બનતાં વેદકર્મને ચારે તરફથી પ્રજ્વલિત કરે છે અને ભોગવિલાસોમાં જ તેનું જીવન સમાપ્ત થાય છે. અલ્પ નિકાચિત મોહકર્મી આત્મા, ગૃહસ્થાશ્રમમાં રહે છતે પણ તેના ભોગ વિલાસોમાં ખાનદાનીની મર્યાદા, સારી સંતતિ પ્રાપ્ત કરવાની તમન્નાનો પ્રવેશ થશે. સાથો સાથ દાન-શિયળ-તપ અને સાત્ત્વિક ભાવનામાં પણ તેને મસ્તી રહેશે.
જ્યારે અનિકાચિત મોહકર્મી આત્મા એટલે પૂર્વભવમાં
Jain Education International 2010_03
૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org