________________
મસ્ત બનીને બપોરે ઊંઘતા હોય છે અને રાતે જાગતા રહે છે. ચોરી કર્યા પછી પકડાઈ જવાના ભયે તેઓ સ્મશાનભૂમિમાં, તૂટ્યા ઘરોમાં, અવાવરા પડેલા મકાનોમાં સંતાઈને દિવસો પૂર્ણ કરે છે. સ્મશાનનું વર્ણન કરતાં સૂત્રકાર સુધર્માસ્વામીજી ફરમાવે છે કે – જેમાં મોટા જાડા લાકડાંઓ પર મડદાને મૂકી બાળવામાં આવે તે ચિતાઓ બળતીસળગતી દેખાય છે, મડદાંઓના લોહી, વાળ, હાડકાઓ આદિ વિખરાયેલા પડ્યા છે, સારી રીતે નહી બળેલા મડદાને બહાર ખેંચી કાઢનારા કૂતરાઓ જ્યાં ભમતાં જ હોય છે ત્યાં મડદાંના લોહીમાંસ ખાઈને જેમના મોઢા ખરડાયેલા છે તેવી ડાકણોથી ભયંકર, ઘુવડોથી ભયાનક, વેતાલો તથા પિશાચો જ્યાં ખડખડ હસી રહ્યાં છે, તેવા સ્મશાનો જ્યાં મરેલા, અડધા બળેલા, મડદાંઓની દુર્ગધ આવતી હોય તેવા સ્થાનોમાં ચોરો છુપાઈને રહે છે. વાઘ-વરૂ જેવા જનાવરો હોય તેવા વનવગડાઓમાં ચોરો સંતાઈને જીવન પૂર્ણ કરે છે. ખાવા-પીવાના ફાંફાં, કુટુંબીઓનો વિયોગ, લુખા-સુકા રોટલાઓનું ભોજન, અડધા ભૂખ્યા, છેવટે મડદાનાં માસનું કે કંદમૂળાદિનું ભોજન કરી બહુ જ મુશ્કેલીથી જીવન જીવનારા હોય છે. ઘરનાં પુત્ર પરિવાર સાથે ધરાઈને ભોજન કરી શકતા નથી. તેથી તેમનું જીવન અશાંત-પાપમય અને અસ્તવ્યસ્ત જ રહેવા પામે છે. યશ-કીર્તિ વિનાના, તેમનું નામ સાંભળતાં જ બીજાઓને કંપારી છૂટે તેવા આજે કયા ગામમાં કોને ત્યાં ધાડ પાડવી તેવા મનસુબાવાળા ઘણાંઓને માટે ખતરનાક શરાબપાનમાં મશગુલ બનેલા ચોરો હંમેશને માટે ભેજાફાટ જ હોય છે. સતી, સંતો તથા સાધુજનોને
(૪૭)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org