SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલામાં પોતાનાથી અતિરિક્ત જીવોની હિંસા થાય છે. બીજામાં તેના સુખ-શાંતિ અને સમાધિ સમાપ્ત થાય છે. ત્રીજા ભેદમાં ક્રોધ, કષાયથી પોતાના શરીરને હાનિ થાય છે અને ચોથામાં પોતાની અવળચંડાઈ ગેરવર્તણુંક, પાપી અને સ્વાર્થી ભાવનાને કારણે આપણાં દુ:ખ, દરિદ્રતા, અસમાધિ, શોક, સંતાપ તથા આર્તધ્યાનમાં આપણે જ કારણ બનીએ છીએ. આ ચાર પ્રકારના જીવહિંસા વિષય વાસનાની તીવ્ર ભાવનાવાળા ક્રોધ કષાયમાં ધમધમતા તથા ઈન્દ્રિયોના ગુલામોનો સમાવેશ થાય છે. પ્રાણઘાતકના બાવીશ સ્વભાવો કયા કયા? જિનેશ્વર ભગવંતે હિંસાના સ્વભાવમાં બાવીશ નિમિત્ત ગણાવ્યો છે. તેનાથી હિંસા ભાવનાના પરિણામ થાય છે. પાપ સ્વભાવે, પ્રાણીની હિંસા-વધ કરવાનો સ્વભાવ. ચંડ - ચાર કષાયના તીવ્ર ઉદયથી હિંસા કરવી. રૌદ્ર - રૌદ્ર પરિણામ - હિંસાની ભાવનાથી - મનના પરિણામ રૌદ્ર સ્વરૂપ બને છે. સહસા - હિંસાના કાર્યોમાં વગર વિચારે સાહસ કરનાર. શ્રુદ્ર - અધમ - તેના કારણો અધમ આચરણ કરવા પ્રેરાય ૩૬ પ્રશ્ન ઉત્તર ન જ = ^ છે અનાર્ય - પાપ કર્મોની રોકવાની શક્તિ નથી તેવો માનવ. નિધૃણ-મનુષ્ય જીવમાં બુદ્ધિ અને વિવેક હોવા છતાં અનાર્ય અને ખાનદાની રાખ્યા વગર ગમે તેમ બોલે કાર્ય કરે. નૃશંસ - દયા વિનાનો. મહાભય – અવસર આવ્યે બીજાઓને મારવાની આદતવાળા હિંસક માનવને પણ સામાવાળા તરફથી ભયની પ્રાપ્તિ થાય છે. ) ૩ ૩૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy