________________
યથા-વસ્થિત અર્થપ્રજ્ઞાપને વ્યાકરણમ્। પૂછાયેલા પ્રશ્નોન નિર્ણયાત્મકરૂપે ઉત્તર જેમાં હોય તે વ્યાકરણ કહેવાય છે.
વ્યાક્રિયતે જીવાદિતત્ત્વ યસ્મિન્ તદ્ વ્યાકરણમ્ । જેમાં જીવ શું? અજીવ શું ? આશ્રવ અને સંવર શું ? બંધ અને નિર્જરા શું ? અને મોક્ષ શું ? આ તત્વોનું વિશદ સ્પષ્ટીકરણ હોય તે વ્યાકરણ જ માનવ માત્રનું કલ્યાણ કરવામાં સમર્થ છે.
પ્રશ્ન વ્યાકરણ ગ્રંથમાં પાંચ વિષયો હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ વિશે વિવિધ પ્રકારના માહિતીપ્રધાન અને જૈન સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા પ્રશ્નો છે. આ પ્રશ્નોના ઉત્તર પણ વિસ્તારવાળા છે અહી કેટલાક પ્રશ્નો નમૂનારૂપે નોંધવામાં આવ્યા છે તે ઉ૫૨થી જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય થાય તેમ છે.
૩૫ પ્રશ્ન
ઉત્તર
દ્રવ્યહિંસા અને ભાવહિંસા એટલે શું?
મન, વચન, કાયાથી, ક્રોધ, માન, માયા અને લોભપૂર્વક જે ક્રિયાઓ કરાય તેનાથી સામેવાળા જીવના હાથ, પગ, નાક, આંખ, કાન અથવા તેવા પ્રકારના જૂઠાવચન, કલંક, ગાળ, ચોરી, મૈથુન આદિને કારણે સામાવાળાને ઘાસલેટ, પેટ્રોલ છાંટીને કે વિષ પ્રયોગથી કે કાંકરીયા તળાવમાં કે જુહુના દરિયામાં પડીને મરવાનું થાય છે તે દ્રવ્યહિંસા કહેવાય છે. અને તેવા પ્રકારની ચોરી તેની મિલકત (થાપણ) પરત ન કરવી અથવા વેચાતાં કે ધીરાણમાં મૂકેલા આભૂષણો, માલમાં ભેળસેળ કરીને સામાવાળાને દુ:ખી, દરિદ્રી, ભૂખે મરતાં કે તેના બાલ-બચ્ચાંઓને ભૂખે મરતાં કરવા તે ભાવહિંસા છે. તેના ચાર ભેદો છે. ૧ - ૫૨દ્રવ્યહિંસા, ૨ - ૫૨ભાવહિંસા, ૩ - સ્વદ્રવ્યહિંસા, ૪ - સ્વભાવહિંસા.
Jain Education International 2010_03
390
For Private & Personal Use Only
www.jainelibrary.org