________________
૩૦ પ્રશ્ર ઉત્તર
સ્વભાવને જ ધર્મ કહ્યો છે. તો આત્માનો ધર્મ શો? જવાબમાં જણાવવાનું કે જેની સેવા કરતાં એટલે કે જે ક્રિયાઓ કરતાં આત્માની સ્વાભાવિકતામાં વક્રતા, લુચ્ચાઈ, માયામૃષાવાદ આદિ દુર્ગુણો (દુસ્યાજ્ય દૂષણો) નો પ્રવેશ થવા ન પામે તે જ આત્માનો ધર્મ હોઈ શકે. અને તે સમતા, શમ, તિતિક્ષા આદિ જ આત્માના ધર્મને અનુકૂળ તત્વો છે. સમતાની આરાધનામાં આત્મા બિલકુલ સ્વસ્થ રહે છે અને ઊર્ધ્વ ગતિનો માલિક બને છે. આ કારણથી સમ એ આત્માનો ધર્મ છે. તેનો આય” એટલે લાભ કરાવે અથવા પ્રયત્ન વિશેષ વડે આત્મા સમતાપ્રધાન બને તે “સમાય અને સ્વાર્ષિક ઈકશું પ્રત્યય લગાડવાથી “સામાયિક' કહેવાય છે. ખરી આલોચના કોણ કરી શકે? ભગવાને જવાબ આપ્યો કે હે ગૌતમ! નીચેના દશ પ્રકારના ભાગ્યશાળી જ સમ્યક પ્રકારે આલોચના, પ્રાયશ્ચિત કરવા માટે સમર્થ બને છે. કેમ કે આલોચના અભ્યતરતા હોવાથી જે પુણ્યશાળી ગુરૂકુળવાસી હોય, સ્વાધ્યાય પ્રેમી હોય, પાપ ભીરુતાવાળો હોય તેઓ જ સાચા અર્થમાં આલોચના કરે છે. ઉત્તમ જાતિ, કુલ સમ્પન્ન, વિનય સમ્પન્ન, જ્ઞાન સમ્પન્ન, દર્શન સમ્પન્ન, ચારિત્ર સમ્પન્ન, ક્ષમાધર્મ સમ્પન્ન, દાન્ત, અમાયાવી, અપશ્ચાદનુતાપી (ગુરૂએ આપેલા, પ્રાયશ્ચિતમાં લેશ માત્ર પશ્ચાતાપન કરનારો) ઉપરોક્ત દશગુણવાળો ભાગ્યાશાળી આત્મા ખરી આલોચના કરી શકે છે. આલોચના આપનાર ગુરૂ કેવા હોવા જોઈએ? સૂત્રકાર સુધર્માસ્વામીજી પોતે જ આલોચના આપનાર ગુરૂના
૩૧ પ્રશ્ર ઉત્તર
૩૨)
૨૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org