SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રશ્ન ઉત્તર ૨૯ પ્રશ્ન ઉત્તર સંગતિકરણ અને દાન દેવામાં થાય છે. દેવપૂજા એટલે હિંસકતા, મારન, પીડન, તર્જન, તાડન આદિ પ્રવૃત્તિનો ત્યાગ થાય અને દયા અને અહિંસાના ગુણોની વૃદ્ધિ થાય તે દેવપૂજા છે. સંગતિકરણ એટલે ૮૪ લાખ જીવાયોનિના જીવો સાથે મૈત્રી ભાવ અને ધર્મભાવનાપૂર્વકનો વ્યવહા૨ ક૨વો. પરસ્પર આદાન-પ્રદાન કરીને માનવ પશુ-પક્ષી આદિ નાના-મોટા જાનવરોના મિત્ર બનીને સૌનું રક્ષણ કરે તે મિત્ર કહેવાય છે. દાનનો અર્થ છે કે તમારી પાસે જે કંઈ છે તે બીજાને આપવું, જેથી માનવ સમાજમાં વૈષમ્યતાની ઉત્પત્તિ અને વૃદ્ધિ થવા પામે. વૈષમ્યવાદ હિંસાનું લક્ષણ છે અને સામ્યવાદ અહિંસક છે. એક બીજાને આપવાથી હિંસા, ચોરી, અસત્ય, મૈથુન અને પરિગ્રહનાં પાપો પોતાની મેળે જ કમજો૨ થતાં માનવ બીજા માનવનો મિત્ર બનશે. તીર્થંક૨ પરમાત્માએ કહ્યું છે કે આવો યજ્ઞ જ શ્રેષ્ઠ છે. સ્નાતક મુનિ એટલે શું? જે પુણ્યશાળીઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તે સ્નાતક છે તેમના પાંચ ભેદ છે. ૧. અચ્છવી (જે કાય યોગ રહિત હોય), ૨. અશબલ (દોષ રહિત વિશુદ્ધ ચારિત્રવાન), ૩. અકર્માશ (ધાતી કર્મ રહિત હોય), ૪. સંશુદ્ધ (કેવળી હોય), ૫. અપરિસ્ત્રાવી (કર્મબંધન તૂટી ગયાં હોય) લગભગ સૌનો અર્થ સરખો છે માટે શુક્ર, પુરંદ૨ શબ્દોની જેમ કેવળ શબ્દનયથી કરેલો ભેદ જાણવો. આત્માનો ધર્મ કયો? ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘વત્યુ સહાવો ધમ્મો’ એટલે કે વસ્તુના Jain Education International 2010_03 ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy