SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પ્રશ્ન ઉત્તર હે પ્રભો, સ્વપ્ન દર્શન કેટલા પ્રકારે છે? ભગવંતે ઉત્તર આપ્યો કે હે ગૌતમ, સ્વપ્ન દર્શનના પાંચ ભેદ છે. ૧. યથાતથ્ય - જે પદાર્થ જે રીતે હોય તેવો જ સ્વપ્નમાં દેખાય છે અને યથાર્થ વસ્તુ પ્રાપ્ત કરાવનારા છે. તેના પણ બે ભેદ (૧) દ્રષ્ટાર્થ વિસંવાદી - સ્વપ્નમાં જોયા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત કરે છે. (૨) ફળાવિસંવાદી – એટલે કે સ્વપ્નમાં જોયેલા પદાર્થના અનુસંધાનમાં અન્ય લાભ થાય એટલે કે સ્વપ્નમાં હાથી જોયો હોય તો ઉચો હોદ્દો મળે. ૨. પ્રતાન - જે સ્વપ્ન લાંબા કાળનું હોય - તેનું ફળ સાચું અથવા ખોટું મળે છે. ૩. ચિંતા સ્વપ્ન - જાગૃત અવસ્થામાં જોયેલી - સાંભળેલી - સ્પર્શેલી વસ્તુનું દર્શન થાય તે ચિતા સ્વપ્ન છે. ૪. તદ્ વિપરીત સ્વપ્ન - સ્વપ્નમાં જોયા કરતાં વિરુદ્ધ ફળ મળે છે. સ્વપ્નમાં ગાયન કરનારને જાગ્યા પછી રૂદનયોગ થાય. જો નૃત્ય કરે તો વધ બંધન થાય. જો હસવામાં આવે તો શોક થાય. અને પ્રશ્ન-પાઠન કરે તો કિલેશ થાય છે. ૫. અવ્યક્ત સ્વપ્ન - જે સ્વપ્ન અસ્પષ્ટ હોય - જાગ્યા પછી ભૂલ જવાય. સ્વપ્નાઓ કોને આવે છે? ભગવંતે જવાબ આપ્યો કે હે ગૌતમ! ઘોર નિદ્રાવાળા કે જાગૃત માણસને સ્વપ્નો આવતા નથી. પણ કંઈક ઉંઘની અવસ્થા અને કંઈક જાગૃતિની સ્થિતિ હોય તેવાઓને સ્વપ્ન ૨૨ પ્રશ્ર ઉત્તર (૨૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy