SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ ઉત્પન્ન થાય છે એ બાબતનું આચાર્ય હવે પછી ખંડન કરશે એટલે એ કારણ આ મત બરોબર નથી. પ્રશ્નોત્તર કૃતિઓના સંદર્ભમાં વિચારીએતો અન્ય ધર્મોમાં પણ આ પ્રકારનાં ગ્રંથો રચાયા છે. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોમાં ઉપનિષદની ગણના થાય છે. ઉપનિષદમાં પ્રશ્નોત્તર શૈલીનો પ્રયોગ થયો છે. મૂળભૂત રીતે તો ગુરૂ-શિષ્યના સંબંધમાં અભ્યાસ માટે શિષ્ય-ગુરને પ્રશ્નો પૂછે અને ગુરૂ પ્રશ્નોના ઉત્તરો આપી સમાધાન કરે તે વિચાર રહેલો છે. વ્યક્તિમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિએ આ પ્રકારની કૃતિઓના સર્જનમાં ફાળો આવ્યો છે. ભારતીય સંસ્કૃતિની પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં પ્રશ્ન શૈલીનો પ્રયોગ થયો હતો. ભગવદ્ ગીતામાં પરિપ્રશ્રેન સેવયા' કહેવામાં આવ્યું છે તે યથાર્થ છે. ઉપનિષદોમાં આવા પ્રશ્નોત્તરોનો સમાવેશ થયો છે. તેમાં પ્રશ્રોપનિષ એ ગ્રંથ આ પ્રકારનો છે. તેમાં કબંધી ભાર્ગવ, કોસલ્ય, સોયણિી , સત્યકામ અને સુકેશા નામ છે. ઋષિકુમારો પિપ્લાદઋષિ પાસે હાથમાં સમિઘ લઈને જ્ઞાન મેળવવા માટે જાય છે. પિત્પાદ ઋષિ સર્વ શિષ્યોને એક વર્ષ સુધી તપ, જપ, બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી જિજ્ઞાસા સંતોષવા જણાવે છે. શિષ્યોએ ગુરૂની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરીને પાલન કર્યા પછી પ્રશ્નો પૂછયા અને સાચા ઉત્તરો જાણ્યા. કબંધીએ પ્રશ્ન પૂછયો કે જેનાથી જીવ અનેકરૂપે ઉત્પન્ન થાય છે તેનું કારણ કોણ છે? પ્રજા કોનાથી ઉત્પન્ન થાય છે. પિપ્લાદ ઋષિએ કહ્યું કે અન્નથી વીર્ય અને તેનાથી જગત ઉત્પન્ન થાય છે. તેથી સૃષ્ટિ તો અન્ન છે પરંતુ પ્રાણ વિના અન્ન શું કરી શકે? પ્રાણ તો પુરૂષનું અને રચિએ સ્ત્રીનું સ્વરૂપ છે. રચિ એટલે અન્ન. આમ પ્રાણ અને અન્ન એ બે મળીને શરીર થાય છે અને એ શરીર જ પ્રજાને ઉત્પન્ન કરે છે. પ્રજાપતિ દ્વારા જ જીવ આ રીતે અનેક રૂપોને ધારણ કરતો રહે છે. આ રીતે પ્રાણ અને રચિ દ્વારા આ સૃષ્ટિ ચાલતી આવી છે. (૪૧૬2 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy