SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૯ પ્રશ્ન દહેરાસરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવાનું પ્રયોજન શું છે? ઉત્તર ભગવાનની પૂજા-દર્શન કરવા નીકળનાર વ્યક્તિ ઘેરથી દહેરાસર જતાં વચ્ચે કોઈ વિઘ્ન ન આવે એટલે નિર્વિબે દહેરાસર પહોંચી પ્રભુ પૂજા, દર્શન, ભક્તિ વગેરે કરે તેનો આનંદ વ્યક્ત કરવા માટે ઘંટ વગાડવામાં આવે છે. વ્યવહાર જીવનમાં પણ સારા પ્રસંગની જાહેરાત મકાનની અગાસીમાં જઈને થાળી વગાડીને જાહેરાત થાય છે. દા.ત. : પુત્રજન્મ પ્રસંગ. ત્યારે આ તો દેવાધિદેવનાં દર્શન-પૂજાનો પ્રસંગ તો ઉત્તમોત્તમ છે માટે ઘંટ વગાડીને અંતરના આનંદને પ્રગટ કરવામાં આવે છે. ૧૦૪૦ પ્રશ્ર જિનાલયની ધજાનો રંગ સફેદ અને લાલ શા માટે રાખ્યો છે? ઉત્તર જિનાલયની ધજાનો સફેદ રંગ એ પરિકર સહિત અરિહંત ભગવાનની મૂર્તિના પ્રતીકરૂપે છે અને પરિકર રહિત પદ્માસન મુદ્રાની મૂર્તિ એ સિદ્ધાવસ્થા દર્શાવે છે માટે ધજામાં સફેદ અને લાલ રંગ રાખવામાં આવે છે. ૧૦૪૧ પ્રશ્ન પૌષધમાં માનું પરઠવતી વખતે “અણુજાણહ જસુગો' બોલવામાં આવે છે તેનો અર્થ શું છે? ઉત્તર નુગાનીતારી ઝવપ્રદએટલે કે જગાન્ત (સ્થાન) જેની માલિકી હોય તે માલિક પાસે અવ્યવહારિક આજ્ઞા માંગીને કોઈપણ વસ્તુ પરકવવામાં આવે છે. ૧૦૪૨ પ્રશ્ન જમણા હાથની ત્રીજી આંગળીથી (અનામિકા) પૂજા કરવાનું કારણ શું છે? ( ૩ ~ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy