SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ચોક્કસ પ્રમાણ છે અને તે બંનેથી આગળની સંખ્યા કે જેનો મનુષ્ય બુદ્ધિથી કશો નિર્ણય ન થઈ શકે તેને અનંત કહ્યો છે. ૧૦૦૦ પ્રશ્ન જૈન દર્શનના સિદ્ધાંતો કેવા છે? ઉત્તર જે જે જિનેશ્વરના કહેલા સૈદ્ધાંતિક વચનો છે તે અખંડ છે. તેઓના કેટલાંક સિદ્ધાંતો એવા સૂક્ષ્મ છે કે જે એકેક વિચારતા આખી જિંદગી વહી જાય તેવું છે. ૧૦૦૮ પ્રશ્ન જ્ઞાન અને વૈરાગ્યનો પરસ્પર સંબંધ કહો? ઉત્તર જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે. એકલા ન હોય વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય. શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય. ૧૦૦૯ પ્રશ્ર સિદ્ધિવાળા પુરૂષો રોગાદિ મટાડી શકે છે? ઉત્તર હા, એવી સિદ્ધિવાળા પુરૂષો અશાતાની શાતા કરી શકે છે. તેમ છતાં એની અપેક્ષા કરતાં નથી. તે વેદવામાં જ નિર્જરા સમજે છે. ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ૧૦૧૦ પ્રશ્ર સિદ્ધિ આપણને કેમ પ્રાપ્ત નથી? ઉત્તર તે પ્રાપ્ત નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકતો. એ છે ચૈત્યનમાં ચમત્કાર જોઈએ એનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ. આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વધારવાથી તે આવે છે. ૧૦૧૧ પ્રશ્ન જેનમતમાં શલાકાપુરૂષો કોને કહે છે? ઉત્તર દરેક અવસર્પિણીમાં અને દરેક ઉત્સર્પિણીમાં અમુક વિશિષ્ટ શક્તિ અને પ્રભાવવાળા ૬૩ શલાકા પુરૂષો થાય છે. ૩૮૩) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy