SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૨પ્રશ્ન શલાકા એટલે શું? ઉત્તર શલાકા એટલે ગ્લાધ્ય – પ્રખ્યાત. ૧૦૧૩ પ્રશ્ન કોઈ જીવ ધર્મ હોય પણ તેનામાં જો દ્વેષભાવ હોય તો મરીને તેની કઈ ગતિ થાય છે? ઉત્તર ધર્મી માણસ હોય પણ તેનામાં દ્વેષભાવ હોય તો મરીને વાણવ્યંતર દેવ થાય છે માટે શ્રેષનો ત્યાગ કરવો. ૧૦૧૪ પ્રશ્ન સમૂર્છાિમ મનુષ્ય કોને કહે છે? ઉત્તર ૧૦ પ્રકારના ગર્ભજ મનુષ્યોમાંથી નીકળતા મળમૂત્ર, લીંટ, બળખા, ઉલ્ટી, પિત્ત, પરૂ, લોહી, વીર્ય, મરેલા મનુષ્યના લેવર વગેરે ચૌદ પ્રકારની વસ્તુઓમાં જે જીવ ઉપજે છે તેને સમૂર્છાિમ મનુષ્ય કહે છે. તે અપર્યાપ્ત જ મરે છે. સમૂર્છાિમ મનુષ્યના ૧૦૧ ભેદ થાય છે. ૧૦૧૫ પ્રશ્ન જીવવા માટે ચાર જરૂરી પ્રાણ કહ્યા છે તે ક્યા છે? ઉત્તર બલ, ઈન્દ્રિય, આયુષ્ય અને ઉચ્છવાસ. ૧૦૧૬ પ્રશ્ન રોમ આહાર કોને કહે છે? ઉત્તર ઈન્દ્રિય, પ્રાણ, ભાષા અને મનની પર્યાપ્તિ થયા પછી પ્રાણી સ્પર્શેન્દ્રિય વડે જે આહાર લે છે તે રોમ આહાર કહેવાય છે. પર્યાપ્ત જીવો સ્પર્શેન્દ્રિય વડે ગ્રહણ કરે તે રોમ આહાર છે. ૧૦૧૭ પ્રશ્ન ધર્મના પ્રકાર - ભેદ કેટલા? ઉત્તર વ્યવહારનયથી તેના બે પ્રકાર - ભેદ છે. (૧) શ્રાવક ધર્મ, (૨) સાધુ ધર્મ તેમાં પણ બે ભેદ છે. (૧) શ્રત ધર્મ, (૨) ચારિત્ર ધર્મ. ૧૦૧૮ પ્રશ્ન શ્રાવક કહેવડાવવા છતાં બીજા દેવ-દેવીઓની ઉપાસના ૩૮૪) ૩૮૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy