________________
મ, શ્રી
કરતા હોય? શ્રેયસ! સંબંધમાં તો હું તને ઘણું કહેવા માંગું છું. જો સાંભળ (૧) એક તો ભરત ચક્રવર્તી રાજા, મહારાજા કે એવા મોટા પરિવારવાળાએ સૂતક હોતે છતે પૂજા કરી. એવું તે કોઈ ગ્રંથમાં વાંચ્યું છે ખરું? ના, નહિ જ. છે ય નહિ ને મળશે ય નહિં.
૯૮૬ શ્રેયસ ના! મહારાજજી! પણ સૂતક તો વારંવાર આવ્યા જ કરે
મ. શ્રી
હા, મોટા પરિવારવાળાએ જુદું રસોડું નહિં કર્યું હોય શું? સૂતકવાળા માટે રસોડું વગેરે જુદું હોય તો આજે પણ ક્યાં એટલા બધા દિવસનો બાધ છે! ઠીક છે એકાદ દિવસ વર્જ. બીજી વાત : પૂજા કરવી હોય તો રસોડું જુદું જ રાખવું પડે. જેથી લાંબા સમયનું સૂતક ન લાગે. ત્રીજી વાત : મનુસ્મૃતિ નામના ગ્રંથમાં (અ. ૫ શ્લો. ૯૭) ૧૯૮માં પાને તો કહે છે કે “નોશાઈથતો રીના નીચાણમાં વિધીયતે” રાજા લોકપાલોથી અધિષ્ઠિત છે માટે તેઓને જન્મમરણનું સૂતક હોય નહિં. સૂતકાદિ સામાન્ય મનુષ્ય માટે છે. જેમ રાજાને ત્યાં સંતાન જન્મે તો સો વધાઈ આપવા આવે અને કોઈ મરે તો ય સો આવે. તો શું સૌને સૂતક લાગે? ના, નહિ. વળી, સૂતકને લૌકિક ગણેલ છે. તો લોકમાં પ્રસિદ્ધ પ્રમાણે મનુસ્મૃતિમાં લખેલ આ વચન પણ જૈન અનુયાયીને માન્ય રાખવામાં કોઈ એતરાજ (વાંધો) નથી. ચોથી વાત એક સાધુ મહાત્માએ એક તત્ત્વજિજ્ઞાસુ વિદ્યાર્થીને તારી જેમ જ કહ્યું કે જો ચક્રવર્તી સૂતક પાળવા જાય તો પૂજા
(૩૭)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org