SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશિત થયેલ છે. પ્રકાશક આગમોદ્ધારક પ્રતિષ્ઠાન છાણીની વડોદરા સંસ્થા છે. વિષય : જન્મ મરણ સંબંધી ગણાતા સૂતકના દિવસોમાં પરમાત્માની પૂજા શિક્ષા (શાસ્ત્રાભ્યાસ સ્વાધ્યાય) ભિક્ષા આહારની લેવડ-દેવડ આદિ સંબંધી દિવસની મર્યાદાઓનું પ્રમાણ શાસ્ત્રીય છે. તે અંગેનું વિસ્તૃત વર્ણન કરેલ છે. તેમજ આ અંગે બાવન શાસ્ત્રપાઠો તથા વાસ્તવિક સૂતકો સમાવિષ્ટ છે. પૂ. આત્મારામજી મ., પૂ. અમર વિજયજી મ. આદિ પૂજ્યોની એ જ શાસ્ત્રીય માન્યાઓને પણ પુસ્તકમાં નોંધી છે. હસ્તલિખિત પાઠો પણ નોંધ્યા છે તથા સૂતકની પરિપાલનના હસ્ત લિખિત ગ્રંથો પણ મૂળ અક્ષરે ગોઠવ્યાં છે. પૂ. મુનિશ્રી લિખિત સમસ્ત લખાણ પૂ. આચાર્ય ભગવંત શ્રી નરેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.ની દષ્ટિ તળે પસાર કરીને પ્રકાશિત થયેલ છે. સાંભળવા પ્રમાણે આ પુસ્તક અંગે તપાગચ્છ સિવાય અનેક ગચ્છોના સુંદર પ્રશંસાત્મક પત્રો આવ્યા છે તેમજ તપાગચ્છના પણ એકાદ બે સમુદાય સિવાય બધાના સુંદર અભિપ્રાયો આવ્યા છે. આ પુસ્તકમાં શું ૬૪ હજાર રાણીના પરિવારવાળા ભરત ચક્રવર્તી સૂતકમાં પૂજા નહીં કરતા હોય કે? સૂતક તો લૌકિક છે. સૂતક તો ભૂતકાળમાં હતું આજે જરૂરી નથી. આજે સૂતક ન પાળીએ તો ન ચાલે? આવા અનેક પ્રશ્નોના પદ્ધતિસર શાસ્ત્ર માન્યતાને અનુસરતા ઉત્તરો આપ્યા છે. હવે આ પૈકી એકાદ બે પ્રશ્નોના માધ્યમે મુનિશ્રીની પ્રશ્નોત્તર પદ્ધતિને ઓળખીશું. ૯૮૫ શ્રેયસ મહારાજજી! સૂતકમાં પૂજા ન થાય તો ભરત ચક્રવર્તી, જેમને ૬૪ હજાર રાણીઓ હતી. તેમને તો સૂતક રોજેરોજ લાગતું જ હશે, તે સિવાય રાજા મહારાજ કે મોટા પરિવારવાળાને પણ સૂતક વારંવાર લાગતું હશે તો શું તેઓ કદી પૂજા નહીં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy