SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ આ બુદ્ધિસાગર સૂરિના જીવનમાં પંડિત દેવચંદ્રજીની જીવનશૈલીનો પ્રભાવ પડ્યો હતો. કવિએ એમના જીવન અને ગ્રંથો વિશે પરિચય કરાવતાં ગ્રંથ દેવચંદ્ર ભા. ૧-૨નું સર્જન કર્યું હતું. ત્યારપછી એમની વિચારધારાના અનુસંધાનમાં જન સાધારણની સતત માંગણી હોવાથી ચાર વિભાગમાં એમના વિચારોનું પુનઃમુદ્રણ કરવામાં આવ્યું હતું. આગમસાર, નયચક્રસાર અને ગુરુગુણ છત્રીશી, કર્મ ગ્રંથ અને કર્મ સંવેદ્ય પ્રકરણ અને વિચારરત્નસાર છુટક પ્રશ્નોત્તર. વિચાર રત્નસારમાં જૈન ધર્મના સિદ્ધાંતો કર્મવાદ, નય, સમકિત, મિથ્યાત્વ, દેવલોક, નવતત્ત્વ, પદ્રવ્ય, જીવનું સ્વરૂપ, વ્રતધારણ કરવાં, જ્ઞાનનું સ્વરૂપ જેવા જાણવા યોગ્ય - માહિતી પ્રધાન ૩રર પ્રશ્નોનો સંચય થયો છે એટલે વિચાર રત્નસાર એ જૈન દર્શનના સારભૂત સિદ્ધાંતોનું પ્રશ્નોત્તર શૈલીમાં દર્શન કરાવતો ગ્રંથ છે. પંડિત દેવચંદ્રજીની આધ્યાત્મિક વિચારસૃષ્ટિમાં વિહાર અને વિચાર કરવા માટે આ ગ્રંથ જિજ્ઞાસુ આત્માઓને માટે માર્ગદર્શક બને છે. આ ગ્રંથના કેટલાક પ્રશ્નો નમૂના રૂપે અત્રે નોંધવામાં આવ્યા છે. ૯૮૩ પ્રશ્ન જીવ ધર્મ કેમ પામે? ઉત્તર જીવ ત્રણ પ્રકારે ધર્મ પામે. (૧) ગુરૂના ઉપદેશથી, (૨) પૂર્વભવના અભ્યાસથી, (૩) સહજ સ્વભાવ વૈરાગ્યાદિ સંયોગે પામે એમ ઉપદેશસાર નંદી પચ્ચીશીમાં કહ્યું છે. ૯૮૪ પ્રશ્ર અભ્યાસ કેટલા પ્રકારના છે? ઉત્તર ચાર પ્રકારના છે. (૧) સૂત્ર અભ્યાસ, (૨) અર્થ અભ્યાસ, (૩) વસ્તુ અભ્યાસ, (૪) અનુભવ અભ્યાસ. ૧૮. સૂતક મર્યાદાયે નમઃ પૂ. મુનિરાજ શ્રી અક્ષયચંદ્રસાગરજી મ. પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૯૮માં ૩૭૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy