________________
જ્ઞાન સાર છે. વળી તેમાં નિર્વાણપદ જે મોક્ષ તે સારભૂત છે. અર્વાચીન જૈન સાહિત્યના પ્રથમ કક્ષાના સુખ્યાત કવિરાજ શ્રી બુદ્ધિસાગરસૂરિની સાહિત્ય સૃષ્ટિ વિષય અને સ્વરૂપની દ્રષ્ટિએ વૈવિધ્યપૂર્ણ છે તેવી જ રીતે શૈલીમાં પણ નવિનતા અને પ્રયોગશીલતાનું દર્શન થાય છે.
કવિએ અધ્યાત્મ દર્શનની રચના દુહામાં કરી છે તેમાં પ્રશ્નોત્તરશેલીનો પ્રયોગ થયો છે. (પા. ૧૮૫). ૯૭૯ પ્રશ્ન હું ક્યાંથી આવ્યો? ક્યાં જઈશ? ઉત્તર હું એટલે આત્મા. આ મનુષ્ય ગતિમાંથી આવ્યો અને આ
શરીર છોડીને ક્યાં જશે? પૂર્વભવના સરળ હૃદયથી,
પરોપકારી, દયાળુ, ધર્માત્માને માનવ દેહ મળે છે. ૯૮૦ પ્રશ્ન મનુષ્ય જન્મની સાફલ્યતા શાથી?
પંચમ ગતિ સાધ્ય કરવાથી મનુષ્ય જન્મ સફળ થાય છે.
પુણ્ય અને પાપના ક્ષયથી મુક્તિ પદ મળે છે. ૯૮૧ પ્રશ્ન ધર્મ ક્યાં રહે છે? ઉત્તર સાધુવ્રત, શ્રાવકવ્રત પાળવા, દેવગુરૂની ભક્તિ કરવી, શ્રી
અર્ધનની પૂજા કરવી, અનુના ગુણોનું સ્તવન કરવું, કીર્તન
કરવું, પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી. ૯૮૨ પ્રશ્ન સંસારમાં આત્મા ક્યારથી છે? ઉત્તર સંસારમાં આત્મા અનાદિકાળથી છે.
કવિએ તત્ત્વજ્ઞાન દીપિકામાં બાળજીવને જૈન ધર્મનો પરિચય થાય તેવા હેતુથી પ્રશ્નોની ગ્રંથરચના કરીને જૈન ધર્મના રહસ્યને સમજાવવામાં આવ્યું છે.
ઉત્તર
૩૭૪)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org