________________
૯૪૭ પ્રશ્ન તીર્થંકર ભગવંતો મુખ્યત્વે શેનો ઉપદેશ આપે છે ?
ઉત્તર
૯૪૮ પ્રશ્ન
ઉત્તર
૯૪૯ પ્રશ્ન
ઉત્તર
૯૫૦ પ્રશ્ન ઉત્તર
૯૫૧ પ્રશ્ન
ઉત્તર
પ્રથમ સર્વ ત્યાગ - સર્વ વિરતિનો સંસારનાં ભોગ સુખો અસાર છે એનો ત્યાગ જ આત્મહિતકારી છે. આવો ઉપદેશ આપ્યા પછી તે કરવાને જે અસમર્થ છે તેઓ માટે દેશવિરતિ દેશત્યાગનો ઉપદેશ આપે છે.
આગમ એટલે શું ? સૌ પ્રથમ આગમો કોણ બનાવે ? ‘આ’ ચારે તરફથી અર્થાત્ બધી જ રીતે, ‘ગમ' એટલે કે પદાર્થો જેના વડે જણાય એટલે કે જેના વડે પદાર્થો સંપૂર્ણપણે અને યથાર્થ પણે જણાય તે આગમ. સૌ પ્રથમ ગણધર ભગવંતો ૧૨ આગમ બનાવે છે તેને જૈન શાસનમાં દ્વાદશાંગી કહેવાય છે. મૂળ આગમને અંગ કહેવાય છે.
આ આગમો કઈ ભાષામાં રચાયા છે ?
આ આગમો અર્ધમાગધી ભાષા અર્થાત્ પ્રાકૃત ભાષામાં રચાયા છે. તેના ઉપ૨ તે આગમ સૂત્રોનો અર્થ સમજાવનારી ટીકાઓ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે.
સામાયિકનો ટાઈમ ૪૮ મિનિટનો જ શા માટે છે? કોઈપણ જીવનો સતત એક વિષયમાં ઉપયોગ અર્થાત્ ધ્યાનની સ્થિરતા બે ઘડી જ (૪૮ મિનિટ) રહી શકે છે. ત્યારપછી અવશ્ય ઉપયોગ ચલિત થઈ જાય છે તે માટે ટાઈમ ૪૮ મિનિટ કહેલ છે.
કાઉસ્સગ્ગ એટલે શું? આ શબ્દ કેવી રીતે બન્યો ? ‘કાયોત્સર્ગ' ઉપરથી કાઉસ્સગ્ગ શબ્દ બનેલ છે. કાયા+ઉત્સર્ગ કાયાની તમામ ચેષ્ટાઓનો ત્યાગ, અત્યંત સ્થિર થઈ જવું, તત્ત્વ ચિંતનમાં અતિશય એકાગ્ર બની જવું. તમામ પ્રકારનું
૩૬૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org