________________
હલનચલન ત્યજી દેવું તે કાયોત્સર્ગ - કાઉસગ્ગ. ઉપર પ્રશ્ન અધ્ધા પચ્ચકખાણ એટલે શું? તેના ભેદ કેટલા? ઉત્તર અધ્ધા એટલે કાળ, સમય જે પચ્ચકખાણમાં વધારે વધારે
સમય સુધી આહારનો ત્યાગ થતો હોય તે અધ્ધા પચ્ચકખાણ. તેના પણ ૧૦ ભેદ છે. (૧) નવકારશી, (૨) પોરિસી- સાઢ પોરિસી, (૩) પુરિમઢ - અવઢ, (૪) એકાશન- બીયાસન, (૫) એકલઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) દિવસ
ચરિમ, (૯) અભિગ્રહ, (૧૦) વિગઈ નું પચ્ચકખાણ. ૯૫૩ પ્રશ્ન જૈન દર્શનમાં પચ્ચક્ખાણો ઉપર આટલો બધો ભાર કેમ
મૂક્યો છે? ઉત્તર પરિમિત અને નિર્વિકારી ભોજનથી ચિત્ત પ્રસન્ન રહે. મનમાં
કામાદિની વાસના ન જન્મ, ચિત્ત સ્થિર રહે, આરોગ્ય સારું રહે, સ્વાધ્યાય સારો થાય, રત્નત્રયી સારી રીતે આરાધી શકાય ઈત્યાદિ ગુણ વૃદ્ધિ અને દોષ હાનિના કારણે પચ્ચકખાણો
ઉપર ભાર આપવામાં આવ્યો છે. ૯૫૪ પ્રશ્ન મહાવિગઈ અને લઘુ વિગઈ એટલે શું? ઉત્તર
જે અતિશય વિકારક છે જેમાં તે તે વર્ણવાળા અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે તથા જે વિગઈનું સેવન તુચ્છ સંસાર અને નિત્ત્વ છે તે મહા વિગઈ કહેવાય છે અને જે વિગઈઓ માત્ર વિકારક છે પરંતુ તેમાં હિંસા વિશેષ નથી તેથી જેનું સેવન
નિન્દ નથી, તુચ્છ નથી તે લઘુ વિગઈ છે. ૯૫૫ પ્રશ્ન અભક્ષ્મ અને અનંતકવિ એટલે શું? તેના દૃષ્ટાંત શું? ઉત્તર ખાવાને અયોગ્ય જેના ભોજનથી વિકાર-વાસના વધે, બહુ
જીવોની હિંસા થાય તે અભક્ષ્મ જેમ કે રીંગણ વગેરે.
૩૬૭ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org