________________
પ્રશ્નોત્તર ગ્રંથોને માટે પણ યથોચિત લાગે છે. અજ્ઞાનતા સંશય કે ભ્રમણામિથ્યા જ્ઞાન વગેરે પ્રશ્નોત્તરથી દૂર થતાં ધર્મતત્ત્વની સાચી સમજને શ્રદ્ધા વધતાં આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય છે.
૯૪૩ પ્રશ્ન તીર્થ એટલે શું ? તીર્થના પ્રકાર કેટલા?
ઉત્તર
જેનાથી સંસાર તરાય તે તીર્થ કહેવાય છે. તે તીર્થના બે ભેદ છે (૧) જંગમ અને (૨) સ્થાવર. એક ગામથી બીજે ગામ હાલતું-ચાલતું તીર્થ તે જંગમ. તીર્થ સાધુ-સાધ્વીજી, શ્રાવકશ્રાવિકા તથા જે પોતાના નિયત સ્થાને સ્થિર જ રહે. હાલે ચાલે નહિં તે સ્થાવર તીર્થ જેમ કે પાલિતાણા-ગિરનારઆબુ-સમેતશિખર-રાણકપુર ઈત્યાદિ.
૯૪૪ પ્રશ્ન કર્મભૂમિ એટલે શું ?
ઉત્તર
જ્યાં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર હોય તે કર્મભૂમિ કહેવાય છે અને જ્યાં અસિ-મસિ અને કૃષિનો વ્યવહાર ન હોય તે અકર્મભૂમિ કહેવાય છે.
૯૪૫ પ્રશ્ન અકર્મભૂમિ કરતાં કર્મભૂમિની વિશેષતા શું છે ?
ઉત્તર
તીર્થંક૨, ભગવંતો, ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, બળદેવો ઈત્યાદિ શલાકા પુરૂષો કર્મભૂમિમાં જ જન્મે છે. દીક્ષા સંયમ મોક્ષપ્રાપ્તિ પણ કર્મભૂમિમાં જ હોય છે. તથા વધુ પાપકર્મ કરનારા જીવો પણ કર્મભૂમિમાં જ હોય છે. ૯૪૬પ્રશ્ન અકર્મભૂમિના મનુષ્યો કેવા હોય છે ?
ઉત્તર
અકર્મભૂમિમાં જન્મનારા મનુષ્યો યુગલિક જ હોય છે. કલ્પવૃક્ષોથી જ જીવનારા હોય છે. મરીને બે દેવલોક સુધી દેવમાં જ જનારા હોય છે. અલ્પકાયાવાળા તથા અલ્પપાપવાળા હોય છે.
Jain Education International 2010_03
૩૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org