________________
૧૬. જૈન ધાર્મિક પ્રશ્નોત્તરમાળા
શ્રી ધીરજલાલ ડી. મહેતાએ અમેરિકાના ઈ.સ. ૧૯૯૧ થી ૧૯૯૩ના પ્રવાસ દરમ્યાન જૈન સેન્ટરમાં ધાર્મિક અભ્યાસ કરાવવાનો અમૂલ્ય અવસર મળ્યો હતો. તદુપરાંત લંડનમાં પણ ઈ. સ. ૧૯૯૨-૯૩ના વર્ષમાં ધાર્મિક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારે કેટલાક જિજ્ઞાસુ વ્યક્તિઓના કલ્યાણ માટે આ પ્રશ્નોત્તરમાળાની રચના કરવામાં આવી હતી. ધાર્મિક શિક્ષણ વર્ગમાં ન આવનારા જૈન ભાઈબહેનોને માટે પણ આ પુસ્તકની સામગ્રી જૈન તરીકે જાણવા યોગ્ય છે અને આત્માને માટે હિતકારક છે.
આ પુસ્તકમાં સૌ પ્રથમ કેટલાક સામાન્ય પ્રશ્નોત્તર જૈન, ભગવાન, તીર્થ, તીર્થંક૨, કર્મભૂમિ ત્યારપછી આગમ, આવશ્યક પ્રકરણ, નવતત્ત્વ, અનેકાંતવાદ અને દ્રવ્ય ગુણ પર્યાય ગુણ સ્થાનક જેવા જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો વિચારોનો પરિચય મળે તે વિષયોના ૩૯૭ પ્રશ્નોનો સંચય થયો છે. ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત ક૨ના૨ વર્ગને અનુલક્ષીને પ્રશ્નોત્તરની રચના કરી છે તેનાથી બે લાભ છે. જેમને મૂળ સૂત્રોનો અભ્યાસ કર્યો હોય અને અર્થ ન કર્યા હોય તેમને માટે આ પ્રશ્નો વધુ ઉપયોગી છે. જ્યારે બાકીના વર્ગને માટે જૈન ધર્મના સિદ્ધાંતોનું આ પ્રશ્નોત્તર દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે
આ ગ્રંથ માહિતી પ્રધાન પ્રશ્નોત્તર રૂપે છે. એના અભ્યાસથી જૈન દર્શનના અન્ય ગ્રંથોના અભ્યાસમાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. નમૂના રૂપે કેટલાક પ્રશ્નો અત્રે નોંધવામાં આવ્યા છે તે ઉપરથી પ્રશ્નોત્તર શૈલીનો પરિચય થાય તેમ છે.
જૈન શાસ્ત્રોનું નિર્દોષ સમ્યક્ જ્ઞાન મેળવવાનું સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરી, ખોટી ખોટી ચાલતી માન્યાઓ અને ભ્રમણાઓ દૂર કરી સત્યમાર્ગે આવવાનું અને તે દ્વારા કર્મોનો ક્ષય કરી ભવાંતરમાં કેવળજ્ઞાન મેળવી મુક્તિ પ્રાપ્ત કરવાનું આ ગ્રંથનું પ્રયોજન છે. પ્રશ્નોત્તર ગ્રંથના ઉદ્દેશ વિશે લેખકે પ્રશ્ન નં. ૪૮૦માં ઉપરોક્ત માહિતી આપી છે. આ માહિતી બધાં જ
૩૬૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org