________________
થાય છે એટલે દેવ કેમ મનાય. ૯૨૨ પ્રશ્ન નૈવેદ્ય રાંધેલું ઘરjક્યા શાસ્ત્રમાં કહ્યું છે? ઉત્તર શ્રાદ્ધ વિધિમાં વલી નિષિથ ચૂર્ણ પ્રમુખના દાખલા આપ્યા છે.
આચારોપદેશ અષ્ટપ્રકારી પૂજાનો રાસ તથા સકલચંદ્ર ઉપાધ્યાય પ્રમુખ વિરચીત પૂજાઓમાં પણ કહ્યું છે. તે શાસ્ત્રો જોવાથી વિસ્તાર સહીત માલૂમ પડશે સામાન્ય પ્રકારેનેવેદ્ય ચડાવવાનું તો મહાનિષિથ પંચાલકજી પ્રવચન સારોદ્ધાર યોગશાસ્ત્ર વગેરે ઘણાં શાસ્ત્રમાં
કહ્યું છે. ૯૨૩ પ્રશ્ન દિપક પૂજા કયા શાસ્ત્રમાં કહી છે? ઉત્તર મહા નિષિથ સૂત્રમાં અષ્ટપ્રકારી પૂજાનો અધિકાર ચાલ્યો
ત્યાં કહી છે. પ્રભુના જન્મ વખતે દિગકુમારીક દિપક કર્યા છે, વિગેરે વર્ણન જંબુદ્વિપ પન્નતિમાં છે. આવશ્યક સૂત્રમાં
પણ કહ્યું છે. ૯૨૪ પ્રશ્ન ધર્મ તે શું? ઉત્તર ધર્મ બે પ્રકારનો (૧) આત્મીક ધર્મ, (૨) વ્યવહાર ધર્મ ૯૨૫ પ્રશ્ન આત્મીક ધર્મ તે શું? ઉત્તર આત્મ ધર્મ તે આત્માનું રક્ષણ અનંત જ્ઞાન, અનંત દર્શન,
અનંત ચરિત્ર, અનંત વીર્ય આદિ તેમાં રમણ કરવું તે આત્મીક
ધર્મનું આરાધન કરવું. ૯૨૬ પ્રશ્ન અધર્મી જીવ ઉપર દ્વેષ કરે કે નહિ? ઉત્તર
અધર્મી જીવ ઉપર મધ્યસ્થ રહે એટલે રાગ પણ ન કરે ને દ્વેષ પણ ન કરે. રાગ કરવાથી અધર્મની પ્રશંસા થાય તો તેથી પોતાને કર્મબંધ થાય ને પોતાની પ્રશંસા જોઈ બીજા જીવ અધર્મ સેવે તો તેનો કારણિક થાયને દ્વેષથી તે જીવ સાથે વેર
(૩૫૮)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org