________________
૮૮૯ પ્રશ્ન
કર્મના પરમાણુંને નિર્જરી નાંખે છે. ૮૮૮ પ્રશ્ન સિદ્ધના દ્રવ્ય ગુણ પર્યાય તે શું છે? ઉત્તર સિદ્ધ પોતે દ્રવ્ય, જ્ઞાન, દર્શન તે ગુણ અને જ્ઞાન દર્શન કરી
રૂપ-અરૂપી પદાર્થોને જાણ્યા-દેખ્યા તે પર્યાય. ૮૮૯ પ્રશ્ન ચક્રવર્તી ભરીને કઈ ગતિમાં જાય? ઉત્તર ચક્રવર્તીપણામાં મરે તો નરકે જાય અને દીક્ષા લે તો દેવલોક
કે મોક્ષે જાય. ૮૯૦ પ્રશ્ન કેટલાક કહે છે કે ચક્રવર્તીને બે જ ગતિ છે તો તે કઈ? ઉત્તર નરક અને મોક્ષ. ઠાણાંગ સૂત્રમાં આ વાત કહી છે. ૮૯૧ પ્રશ્ન એક જીવ ચક્રવર્તીની પદવી કેટલી વાર પામે? ઉત્તર જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી બે વાર ૮૯૨ પ્રશ્ર કલ્પવૃક્ષ જાગલિયાની ઈચ્છા થાય ત્યારે જ બની આવે કે
કેમ? ઉત્તર જીવાભિગમ સૂત્રમાં તો એમ કહ્યું છે કે બહવસરવા એવાં
ઘણાં વૃક્ષ છે એટલે કે દશે પ્રકારનાં વૃક્ષ ઘણાં જ છે તે કાયમ અને ઘણા કાળની સ્થિતિમાં હોય છે પણ સ્વભાવે વગર
વાવે ઉગે છે એટલે તેને વિસસા' કહ્યા છે. ૮૯૩ પ્રશ્ન નિધાનમાં કોઈ વસ્તુ હશે કે ખાલી હશે? ઉત્તર
સૂત્ર પાઠે રત્ન કરીને સહિત કહ્યા છે. ટીકાકાર એમ પણ કહે છે કે ચક્રવર્તીની ઈચ્છા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત થાય છે તથા નવેમાં કહેલી વિધિનાં પુસ્તકો છે એટલે તમામ વસ્તુની ઉત્પત્તિનું સ્વરૂપ જાણવામાં આવે એવો અધિકાર છે.
(૩૫)
૩૫૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org