SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૪ પ્રશ્ર શ્રોતાઓને સૂત્ર સાંભળવાથી શો લાભ છે? ઉત્તર દશ વૈકાલિક સૂત્ર અધ્યયન ૪થે ગાથા ૧૧માં કહ્યું છે કે સાંભળવાથી કલ્યાણ અને પાપ એ બંને જાણવામાં આવે છે. તે શ્રોતાઓ બંનેય એટલે કલ્યાણ શબ્દ ધર્મ અને પુણ્ય તથા પાપ એ બંનેય જાણીને તેમાં આત્માને જે શ્રેય લાગે તે સમાચરે આદરે અર્થાત્ આત્માને શ્રેયકારી પાપ કદાપિ હોય નહિ. આત્માને શ્રેયકર્તા તો કલ્યાણકારી ધર્મ પુણ્ય જ છે. આ ભવ અને પરભવ સદાકાળ હોય છે. આત્માર્થી શ્રોતાઓ તો કલ્યાણના રસ્તાનો જ સ્વીકાર કરે છે. ૮૮૫ પ્રશ્ન સમુદ્યાત એટલે શું? ઉત્તર સમ્ ઉદ્ ઘાત એટલે પદચ્છેદ થાય. સમ્ એટલે આત્મ પ્રદેશની સાથે જે જે કર્મ પુગલોનાં દળ એક એકપણે ખીર-નીરની પેઠે એકરૂપ મળીને રહ્યા છે તે તેને, ઉ એટલે ઉદારણા કરી ઉદયાવળીમાં લાવી તેને, “ઘાત' એટલે ભોગવી દૂર કરે, નાશ કરે, વાત કરે તે સમુઘાત કહેવાય છે. ૮૮૬ પ્રશ્ન કેવળી સમુઘાત એટલે શું? ઉત્તર સંપૂર્ણ આખા લોક પ્રમાણે આત્મપ્રદેશ બહાર કાઢે તે કેવળી સમુદ્દાત કહેવાય. ૮૮૭ પ્રશ્ર કેવળી સમુઘાત કોણ કરે ને તીર્થકર કે અનેરા? ઉત્તર કેવળી સમુદ્યાત તીર્થકર સિવાયના સામાન્ય કેવળીને થાય છે તે પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી આયુષ્યની હદ છે મહિનાની અંદર હોય અને વેદનીય કર્મની સ્થિતિ વધારે હોય તેને આઉખાની બરાબર કરવા કેવળ નામ આખા લોક પ્રમાણે આત્મપ્રદેશનો ઉદ્દાત થાય છે અને વધારાના વેદનીય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy