SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ઉત્તર પુણ્ય તે આત્માને પાવન કરે, નિર્મળ કરે, સુખીયો કરે, ઉંચો આણે, ધર્મ સામગ્રી મેળવે. જેના ફળ જીવન ભોગવતાં મીઠાં લાગે તેને પુણ્ય કહીએ. તે દૃષ્ટાંત કરી સમજાવે છે. જેમ રોગીને પથ્ય આહાર વધે અપથ્ય આહાર ઘટે તે વારે જીવને રોગીપણું ઘટે નિરોગપણું વધે, તેમ પ્રાણીને પુણ્ય વધે પાપ ઘટે ત્યારે જીવને સુખ વધે અને દુઃખ આપદા ઘટે, પુણ્યથી શુભ પ્રવૃત્તિઓનાં લાભનું ફળ પ્રાપ્ત થાય છે. ૮૬૩ પ્રશ્ન પુણ્ય અને ધર્મ એક કે જુદા જુદા? બંને જુદા જુદા છે. સાખ ઠાણાંગજીના ઠાણે પહેલ પુણ્ય અને ધર્મ બંને જુદા કહ્યા છે તથા ભગવતીજી શતક ૧લે ઉદ્દેશે ૭મે ગર્ભમાં રહેલો જીવ તથા રૂપના વ્રમણ માહણ પાસે એકપણ આર્ય ધર્મ સાંભળીને પુષ્યામ, ધર્મ, સામg, મોવાણ પુણ્ય, ધર્મ, સ્વર્ગ, મોક્ષના કામી થકો. એ ચાર બોલનો કામી થકો કાળ કરે તો તે ગર્ભનો જીવ દેવગતિને પામે એમ કહ્યું છે. આનો પરમાર્થ એ છે કે પુણ્યથી સ્વર્ગ ગતિ અને ધર્મથી મોક્ષગતિ. પુણ્ય ત્રીજું તત્ત્વ છે અને ધર્મસંવર રૂપ છે તે છઠું તત્ત્વ છે. પુણ્યરૂપી છે ધર્મ અરૂપી છે. પુણ્યથી પોગલિક સુખની પ્રાપ્તિ અને ધર્મથી કર્મથી મુક્ત થવાની કર્મક્ષયની પ્રાપ્તિ. પુણ્ય પુગલથી થાય છે. ધર્મ આત્મિક ગુણથી થાય છે અર્થાત્ સંવરથી થાય છે. માટે પુણ્ય અને ધર્મ બંને જુદા છે. કોઈ અણસમજુ અજ્ઞાનતાને લઈને પુણ્ય અને ધર્મને એક માને છે. તેને જૈન શાસનનું જ્ઞાન નથી. તેથી તે એમ માને છે પણ આશ્ચર્ય તો એ છે કે જેની એવું નામ ધરાવનારા અને સૂત્રને અવારનવાર વાંચનારા પુણ્ય, પુણ્ય અને નિર્જરાને ૩૪૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy