________________
૮૫૬ પ્રશ્ન સંસારી જીવ અને સિદ્ધના જીવમાં શો તફાવત? ઉત્તર સંસારી જીવ કર્મે કરીને લેપાયેલો છે અને સિદ્ધના જીવ કર્મથી
મુક્ત થયા છે એટલે સર્વ કર્મથી રહિત છે.
1 વિભાગ - ૨ ૮૫૭ પ્રશ્ન કોઈ દીક્ષા લેવાવાળાને ખોટી શ્રદ્ધા ઠસાવી દીક્ષા લેતાં
અટકાવે, તેનું મન ભાંગી નાંખે તથા દીક્ષા લીધેલાને દીક્ષાથી
પાડી ભ્રષ્ટ કરે તેવાઓને માટે ભગવંતે કાંઈ કહ્યું છે ખરું? ઉત્તર હા, સાંભળો, દશાશ્રુત સ્કંધ અધ્યયન ૯મે મહામોહનીય કર્મ
બાંધવાનાં ૩૦ સ્થાનો માંહિલો બોલ ૧૮મો, ગાથા - ૨૧માં આ વાત કહી છે. જે કોઈ પ્રવજ્યા લેવા સાવધાન થયો છે તેને દીક્ષા લેવાનું મન ભાંગે, વળી સંસારથી નિવર્યાં સાધુ થયો રૂડી સમાધિવાળો હોય તેને તથા સમવાયાંગજીમાં એ જ અધિકારની ગાથા બીજા પદમાં અભિખુ જગ જીવાણું એટલે કે જે કોઈ ભિખુ જગજીવન અહિંસાદિ ધર્મે જીવે તે જગતના જીવનભૂત
એટલે કે તે જગતના જીવને જીવાડે છે એવા યતિને, મુનિને વિપ્રતારી આડું અવળું સમજાવી તથા લાલચમાં લોભમાં નાંખી તથા બળાત્કારે ધર્મથી ભ્રષ્ટ કરી મન ફેરવે તે મહામોહનીય કર્મ ઉપરાજે કારણ કે ઘણા લોકોને ધર્મને વિશે શંકા ઉદ્ભવે માટે ભગવંતે કહ્યું છે કે ભ્રષ્ટ કરનાર મહામોહનીય કર્મ બાંધે તેમ સંયમથી જાણીને ભ્રષ્ટ થનારને પણ એજ પ્રમાણે મોહનીય
કર્મનો બંધ સંભવે છે. ૮૫૮ પ્રશ્ન કેટલાક કહે છે કે સંયમ તપશ્ચર્યાદિ કરી આત્માને શા માટે દુઃખી
કરીએ? આત્માને સુખ દીજીયે તો સુખ પામીયે તેનું કેમ? ઉત્તર સાંભળો, ઠાણાંગ ઠાણે ૮મે અક્રિયાવાદીના મત કહ્યા છે.
૩૪૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org