________________
દ્રવ્ય જિન તથા સમવસરણમાં બિરાજમાન તે ભાવજિન
કહેવાય છે. ૮૪૬ પ્રશ્ન જૈન દર્શન સંપ્રદાયમાં જેમ મૂર્તિ માનવાનું કહ્યું છે તેમ વેદોએ
પણ કહ્યું છે ખરું? ઉત્તર હા, તૈતિરીયોપનિષદમાં કહ્યું છે કે ___ सह्यालंबनं ब्रह्मणा परस्थापरस्थ च प्रतिमेव विण्णोः ।
અર્થ પરબ્રહ્મ તથા અપરબ્રહ્મનું આલંબન વિષ્ણુની પ્રતિમાની
પેઠે ઓકાર છે. ૮૪૭ પ્રશ્ન લોકિક મૂર્તિ તો બની શકે છે પણ નિરંજન નિરાકાર
પરમેશ્વરની મૂર્તિ કેવી રીતે બની શકે? ઉત્તર પ્રથમ એ વિચાર વિચારણીય છે કે વેદાદિશાસ્ત્રનાં કથન
કરનાર નિરંજન નિરાકાર માનવા કે સાકાર? કદાચ એમ કહેશે કે વેદનો કર્તા કોઈ નથી. વેદ અપૌરૂષય છે એ પ્રમાણે માનવામાં દૂષણ આવે છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે વેદ અ-પૌરુષેય કોઈ રીતે સિદ્ધ થાય નહિં. કલિકાલ સર્વજ્ઞથી હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે
__ अपौरुषेयवचनम संभवि भवेद्यादि न प्रमाणं भवे द्वायां हयाप्ताधीना प्रमाणता ।।
અર્થ - જેનો સંભવજનથી એવું પુરૂષ વિનાનું વચન પ્રમાણ થતું નથી. કારણ, વચનની પ્રમાણતા આપ્ત (સર્વજ્ઞ)ને આધીન
છે તથા સ્યાદ્વાદ મંજરીમાં કહ્યું છે કે ताल्वादि जन्मा ननुवर्णवर्गो वर्णात्मको वेद इति स्कुटं य पुंसश्च ताल्वादिरतः कथं स्यादपौरुषेयोडमिति प्रतीति :
૩૩૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org