SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ બેઠાં ગંગા સમાન પ્રશ્નોત્તર દ્વારા આત્માને ઉન્નત બનાવવા મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જરૂર છે એક માત્ર આ તરફના સહૃદયી પુરૂષાર્થ અને દેવ-ગુરૂ અને ધર્મની અતૂટ, અપૂર્વ અને અનન્ય શ્રદ્ધા. ૧૩. ધર્મની દિશા પૂ. કનકવિજયજી મ. સાહેબે સંપાદન કરેલ ધર્મની દિશા પુસ્તકમાં પૂ. ગુરૂદેવ શ્રી દાનસૂરિજીનાં વ્યાખ્યાનો ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં વ્યાખ્યાનો અને બીજા વિભાગમાં તત્ત્વજ્ઞાનની પ્રશ્નોત્તરી છે. આ પ્રશ્નો પ્રતિમાપૂજન – જીવ અને જગતના કર્તા કોણ? વિષે છે. પૂ. શ્રીએ અન્યદર્શનોના આધારે આ શૈલી દ્વારા જૈન દર્શનના વિચારોનું પ્રતિપાદન કરીને શંકા-નિર્મૂળ થતાં શ્રદ્ધા પ્રગટ થાય એવી શુભભાવનાનો રણકાર સંભળાય છે. “પ્રતિમાપૂજન વિશે સ્વતંત્ર વિભાગમાં પ્રશ્નો આવ્યા છે. અહીં પૂ. શ્રીના પ્રશ્નો ઉદાહરણ તરીકે નોંધવામાં આવ્યા છે. ૮૪૪ પ્રશ્ન કયા દેવ માનવા-પૂજવા યોગ્ય છે? ઉત્તર રાગ, દ્વેષ, મોહ, કામ, અજ્ઞાન, નિદ્રા, ભય આદિ દૂષણો જેનાં નાશ પામ્યા છે તે મહાન આત્માઓ દેવ તરીકે આરાધનાને યોગ્ય છે. ૮૪૫ પ્રશ્ર પ્રતિમા સંબંધી પાઠ ભણાવવા કૃપા કરશો? ઉત્તર હા, દેવવંદન ભાષ્યમાં કહ્યું છે કે नाम जिण जिण नामा ठवण जिणा पुण जिणंद पडिमाओ | दव्वजिणा जिण जीवा भावजिणा समवसरणत्था ।। અનુવાદ - જિનેશ્વર દેવનું નામ તે જિન. જિનેશ્વર ભગવંતની પ્રતિમા તે સ્થાપના દિન તથા જિનેશ્વર ભગવંતનો જીવ તે (૩૩૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy