________________
પૂજન, સામાયિક , પ્રતિક્રમણ, તપ, જપ, અનુષ્ઠાન વિગેરે મોક્ષમાર્ગની ક્રિયામાં જે જે કારણોથી ચિત્તની એકાગ્રતા નથી રહેતી તે તે કારણો દૂર કરી ચિત્તને ક્રિયાઓમાં સ્થિર કરવું
આનું નામ ચિત્ત સ્વાસ્થય. (સમવાયાંગ ટીકા પે. ૩૫) ૮૨૯ પ્રશ્ન કયા ત્રણ આત્માઓના ઉપકારનું ઋણ ચૂકવવું મુશ્કેલ છે.? ઉત્તર હે આયુષ્યમાન શ્રમણ ભગવંતો! દુનિયામાં ત્રણ આત્માઓની
ઉપકારમાં મુક્ત થવું મુશ્કેલ છે. (૧) માતા-પિતા જન્મદાતા, (૨) ભર્તા – પાલક માતાપિતા (પાલન પોષણ કરી મોટા કરનાર), (૩) ધર્માચાર્ય - કેવળીએ ભાખેલ ધર્મની પ્રાપ્તિ કરવાવાળા પુરૂષ. ઉપરોક્ત ત્રણેના ઉપકારનો બદલે ચુકવવો થવો જ મુશ્કેલ હોવા છતાં કેવળી પ્રરૂપિત ધર્મથી વિમુખ થવાવાળાઓને સ્થિર કરવા સહાયતા કરવાથી તેમ જે વ્યક્તિ ધર્મરહિત હોય તો તેને ધર્મની પ્રાપ્તિ થાય તેમ કરવાથી. આવા ઋણમાંથી થોડાંક પણ મુક્ત થઈ શકાય છે કે પછી સંપૂર્ણ ઋણ મુક્ત
થઈ શકાય છે. ૮૩૦ પ્રશ્ર હે ભગવંત! સામાયિક કરવાથી જીવને શું મળે છે? ઉત્તર સામાયિક કરવાથી જીવ સાવદ્ય યોગથી મુક્ત બને છે અને
વિરતિને પામે છે. એટલે સામાયિક કરવાવાળો જીવ જ્યાં સુધી સામાયિકમાં હોય છે ત્યાં સુધી કોઈપણ પ્રકારની પાપ
પ્રવૃત્તિ કરતો નથી. ૮૩૧ પ્રશ્ર શાસ્ત્રની વ્યાખ્યા દિગંબરોમાં કેવી બતાવી છે? ઉત્તર શાસ્ત્ર એને કહી શકાય જેમાં મહાપુરૂષની વાણી હોય તર્ક
કે વિવાદથી પણ તેનું ઉલ્લંઘન ન થઈ શકે. પ્રત્યક્ષ કે અનુમાન
૩૩૧)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org