SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારવું યોગ્ય છે. ૮૨૬ પ્રશ્ન પ્રતિક્રમણ શબ્દનો મૂળ અર્થ શું? ઉત્તર પ્રમાદરૂપી ભૂતને વશ બનીને પોતાના મૂળ સ્થાનરૂપ અંતરઆત્માના બાવથી રમણતાને છોડીને અન્ય સ્થાનરૂપ બહારના ભાવોની રમણતામાં ગયેલા જીવને ફરી પાછો પોતાના મૂળ અંતર આત્મારૂપ રમણતામાં આવે એવી ક્રિયા કરવી તેનું નામ પ્રતિક્રમણ. (શ્રી આવશ્યક ચૂર્ણિ.) ૮૨૭ પ્રશ્ન આણાહારી પદાર્થની વ્યાખ્યા શાસ્ત્રમાં કેવી રીતે બતાવી છે? ઉત્તર આણાહારી ખોરાકની વ્યાખ્યા કરતાં કહ્યું છે જે જે પદાર્થ જીભને અરૂચી જેવો લાગે તે આણાહારી તરીકે લઈ શકાય. જે ખોરાક કડવા સ્વાદવાળો છે તે પણ આણાહારી છે. આ રીતે જે ખોરાક અનિષ્ટ છે તે આણાહારી છે પરંતુ જે ખોરાક ઈચ્છાપૂર્વક લેવામાં આવે અને લેવાની ઈચ્છા થાય તેવો હોય તે આહાર આણાહારી નથી. કુન્દ રૂવિ અનિષ્ટ કહેવાતા પદાર્થ છે. તે આણાહારી છે. તે આણાહારી રૂપમાં કલ્પી શકે છે. આ વ્યાખ્યાની સાથે પૂર્વાચાર્યોનું એવું પણ કહેવું છે કે આણાહારી ખોરાક ખાસ જરૂર પડે ત્યારે જ લેવો જોઈએ અને તે પણ ગીતાર્થ મહાપુરૂષોના કહેવા મુજબ જ લેવો જોઈએ. (અ. રાજેન્દ્રકોષ ૧ ૩૨૯) ૮૨૮ પ્રશ્ન ચિત્તની સ્વસ્થતાનો અર્થ શું? ઉત્તર ચિત્તની સ્વસ્થતા એટલે મોક્ષમાર્ગ તરફ દષ્ટિ એટલે કે એ તરફ જવાની વૃત્તિ મોક્ષમાર્ગમાં એટલે કે મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત કાર્યો કરતી વખતે મનની, ચિત્તની એકાગ્રતા હોવી. દર્શન, ૩૩૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy