SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનાથી જ્ઞાનાચાર તથા દર્શનાચાર અને ચારિત્રાચારની શુદ્ધિ પ્રત્યાખ્યાન આવશ્યકથી તપાચારની શુદ્ધિ અને છએ આવશ્યકમાં વીર્યસ્કુરાયમાન કરવાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. ૭૯૮ પ્રશ્ન ઉપશમ શ્રેણિ ભવચક્રમાં કેટલીવાર પ્રાપ્ત થઈ શકે છે? ઉત્તર ભવચક્રમાં સારવાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત થઈ શકે છે. ૭૯૯ પ્રશ્ન કલ્પવૃક્ષ સ્વભાવથી થાય છે કે બીજ વાવવાથી? ઉત્તર જીવાભિગમ સૂત્રાદિ વગેરેની ટીકાના આધારતી સ્વભાવથી ઉત્પન્ન થાય છે તથા ઋષિરતાદિ કથાનકોમાં બીજ વાવવાથી બતાવ્યું છે. વનસ્પતિ વિશેષ છે. તત્વ કેવળી ગમ્ય આ વર્ણન શ્રી જૈનધર્મ પ્રકાશવર્ષ ૪૦ અંક વિ.સં. ૧૯૮૦માંથી લીધું છે. ૮૦૦ પ્રશ્ન શ્રમણોપાસક કેટલા પ્રકારના હોય છે? ઉત્તર (૧) માતાપિતા સમ-એકાન્ત હિતકારી (૨) ભાઈ સમ-સમય પરનિષ્ફર વચન કહી દેવાવાળા (૩) મિત્ર સમ-પ્રીતિનો નાશ થયા પછી ઉપેક્ષક (૪) શોક્ય સમ-છિદ્ર ગર્વેષક. ૮૦૧ પ્રશ્ન કષાયોનું સ્થાન ક્યાં છે? ઉત્તર (૧) ક્રોધ-ભાલમાં, (૨) માન-ગર્દનમાં, (૩) માયા-હૃદયમાં, (૪) લોભ-સર્વાગે. ૮૦૨ પ્રશ્ર દેવોની ભાષા કઈ છે? દેવગતિમાં આયુષ્ય બંધ ક્યારે થાય છે? દેવોની માગધી ભાષા છે. આયુષ્યની પૂર્ણતાના ૬ મહિના પહેલા આયુષ્ય બંદા થાય છે. ક્યાંક ક્યાંક છ મહિના બાકી હોય અને બંધ ન થયો હોય તો અંતિમ અંતમુહૂર્ત પહેલા આયુષ્ય બંધ થાય છે એવું વાંચવામાં આવ્યાનું યાદ છે. ઉત્તર ૩૨૩. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy