________________
નિકાચિત પણ કર્યું. પ્રવચન ભક્તિ તીર્થકર નામકર્મ બંધનું એક કારણ છે.
૭૮૦ પ્રશ્ન સમ્યકત્વની સ્થિરતા માટે શું કરવું જોઈએ? ઉત્તર સમ્યકત્વની સ્થિરતા માટે દેવ, ગુરૂ અને ધર્મ પરની શ્રદ્ધાને
અવિચલિત રાખવી જોઈએ. જ્યાં સુધી ભગવાનનાં વચનો
પર પૂર્ણ વિશ્વાસ છે ત્યાં સુધી સમકિત સ્થિર છે. ૭૮૧ પ્રશ્ન ગરમ પાણી પીવાવાળા સચિત ફળ ખાઈ શકે? ઉત્તર સચિત્તનો ત્યાગ જે પ્રકારે કર્યો હોય તે પ્રકારે તેનું પાલન
થવું જોઈએ. કેવળ સચિત્ત પાણીનો ત્યાગ કરવાવાળા સચિત્ત ફળ ખાઈ લે તો એના નિયમમાં કોઈ ભાગો નથી લાગતો. સર્વથા સચિત્તનો ત્યાગી કોઈપણ પ્રકારના સચિત્તપદાર્થો
ખાઈ શકતા નથી. ૭૮૨ પ્રશ્ન વિધાતા લેખ લખવા માટે આવે છે આ માન્યતા કેમ છે? ઉત્તર આ માન્યતા અજૈનોના ઘરની છે. આ માન્યતામાં કોઈ તથ્ય
નથી. આત્મા ગર્ભમાં જ ભાગ્ય લઈને આવે છે. ૭૮૩ પ્રશ્ન દીક્ષાદિના પ્રસંગમાં પાંચ દીવાઓનું તાત્પર્ય શું છે? ઉત્તર પાંચ દીવાઓમાં ચાર દીવા ચારે દિશાઓમાં બિરાજમાન
ભગવાન સામે દીપક પૂજાના રૂપમાં રાખવામાં આવે છે અને એક દીવો ભગવાનની નાસીકા સુધી ઉંચો રાખવાની પરંપરા છે જ. પાંચ દીવાઓનો એક અર્થ પાંચ મહાવ્રત યા શ્રાવકના પાંચ અણુવ્રત દીપકના પ્રકાશની જેમ જગતમાં
કરવાવાળા થાય તેવી કલ્પના પણ કરવામાં આવે છે. ૭૮૪પ્રશ્ન આરતી મંગલ દીપક કર્યા પછી પ્રદક્ષિણા ચૈત્યવંદન વગેરે
જરૂરી છે?
૩૧૯)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org