________________
સંયમને હિતકારી જે હોય તે સાચું કહેવાય તેથી વિપરીત તે
હું સંસાર અને મોક્ષનું જેટલું આંતરૂ તેટલું આંતરૂં સાચા
ખોટાનું છે. (પા. નં. ૩૧૫) ૭૬૭ પ્રશ્ન સામુદાયિક પાપ બાંધવાના સ્થાનો કયા કયા છે? ઉત્તર નાટક, સીનેમા, રેડિયો, ટી.વી, રેસકોર્સ, જુગારખાનું,
ક્લબો, ક્રિકેટ, વેશ્યાગાર, વિકથાથી ભરેલા છાપાં રાગ અને આવેશને પ્રગટ કરે તેવી નોવેલો વગેરે સાહિત્ય છે કેમ કે તે બધામાં રાગ, દ્વેષ જ પોષાય તેવું જ સાહિત્ય પીરસાય છે. મોટા વર્ગ આ જોતાં સાંભળતાં કે વાંચતા એકસરખા રાગદ્વેષના અધ્યવસાયવાળો હોય છે અને બીજા પણ અનેક પ્રકારના એક સરખા પાપના વિચારો કરે છે. માટે સામુદાયિક પાપબંધથી બચવા આ સ્થાનોનો ત્યાગ કરવો જોઈએ તે જ
હિતાવહ છે. (પા. નં. ૩૨૯) ૭૬૮ પ્રશ્ન અન્યાયોપાર્જિત વિતકી વ્યાખ્યા આજ કે યુગમે કેસે કી જાય? ઉત્તર સર્વકાલમાં ધર્મની વ્યાખ્યા અને ધર્મનું સ્વરૂપ એકસરખું જ
હોય છે. અનંતકાળ પહેલા સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રનું જે સ્વરૂપ હતું તે જ સ્વરૂપ ઋષભદેવ ભગવાનના વખતમાં હતું અને તે જ સ્વરૂપ ભગવાન મહાવીર દેવના શાસનમાં છે. અનંતકાળ પર્યત પણ તે જ સ્વરૂપ રહેવાનું છે. દરેક કાળમાં અમૃત જીવાડે અને ઝેર મારે તેમ દરેક કાળમાં ધર્મસંસાર સાગર તારે અને અધર્મ સંસારમાં ભટકાવે. ટૂંકમાં દરેક કાળમાં ન્યાય અને અન્યાયની વ્યાખ્યા એકસરખી હોય છે અને એ નીચે મુજબની છે. જે દાન અંગે સ્વામીદ્રોહ સ્વજનદ્રોહ, મિત્રદ્રોહ કે વિશ્વાસનો દ્રોહ કરવામાં આવ્યો ન હોય તે ધન ન્યાયોપાર્જિત કહેવાય. દાણચોરી કરચોરી આદિ
S/
(૩૧૪)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org