________________
કરાવે છે એમ કહેવાય ખરૂં. સિદ્ધચક્રપૂજનનો મહિમા પુણ્યાનુબંધી પુણ્ય બંધાવી પરિણામે મોક્ષમાં પહોંચાડવાનો છે પણ તે મહિમા ત્યારે જ ફળે કે કરાવતા સંસાર પોષણની
દૃષ્ટિ અને રસ મોળો પડે. ૭૬૦ પ્રશ્ન ગ્રહણ એ શું છે? ઉત્તર જ્યારે સૂર્ય કે ચંદ્રના વિમાનની નીચે પર્વરાહુનું વિમાન આવે
છે ત્યારે ગ્રહણ થાય છે કેમ કે એ રાહુનું વિમાન અતિશ્યામ છે અને તેની કાંતિ સૂર્ય ચંદ્ર ઉપર પડે છે તેથી ગ્રહણ વખતે
સૂર્ય-ચંદ્રના વિમાન કાળા જેવા દેખાય છે. (પા. નં. ૨૮૫) ૭૬૧ પ્રશ્ન શાસન રક્ષક દેવદેવીઓના હાથમાં હથિયારો-શસ્ત્રો શા માટે
બતાવવામાં આવે છે? ઉત્તર જેમ સોધર્મ ઈન્દ્રનું હથિયાર વજ છે. ચરમેન્દ્રનું હથિયાર
પરિઘ છે તેમ દરેક દેવોના હથિયારો હોય છે તેથી જે શાસન દેવોનાં હાથમાં જે હથિયાર બતાવવામાં આવે છે તે હથિયારો તેમની પાસે હોય છે તેથી તે રીતે બતાડવામાં આવે છે.
(પા. નં. ૨૮૬) ૭૬ર પ્રશ્ન પાર્શ્વયક્ષ અને ધરણેન્દ્રયક્ષ આ બે નામ એક જ શાસન રક્ષક
દેવના છે કે બંને અલગ છે? કારણ કે એવું વાંચવામાં આવ્યું છે કે શ્રી પાર્શ્વપ્રભુના શાસનરક્ષક દેવનું નામ પાર્શ્વયક્ષ છે જ્યારે ઘણી જગ્યાએ ધરણેન્દ્ર પદ્માવતી પૂજિતાય
પાર્શ્વનાથાય નમઃ એવું વાંચવામાં આવે છે? ઉત્તર ધરણેન્દ્ર ઈન્દ્ર છે, યક્ષ નથી. શ્રી પાર્શ્વનાથ ભગવાનના
શાસનનો અધિષ્ઠાપક યક્ષ પાર્શ્વયક્ષ છે પણ ધરણેન્દ્ર નથી. ધરણેન્દ્ર અને પાર્શ્વયક્ષ જુદા છે પણ એકના બે નામ નથી.
( ૩૧૧)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org