________________
૭૨૪પ્રશ્ન જિન મંદિરમાં અખંડ દીપક રાખવો જ જોઈએ એવો કોઈ
નિયમ છે? ઉત્તર દેવદ્રવ્યમાંથી અખંડ દીપક કરવામાં આવે તો તેમ કરનારા દેવદ્રવ્યનો દુરુપયોગ કરી રહ્યા છે (પા. નં. ૪૦)
વિધિ-વિધાન ૭૨૫ પ્રશ્ન સાંજના પ્રતિક્રમણમાં સ્તવન પછી શ્રાવકો અઢાઈજેસુનો
પાઠ બોલે છે, સાધુઓ નથી બોલતા એનું કારણ શું? ઉત્તર સાધુને અઢાઈજ્જસુનો પાઠ પગામ સક્ઝાયમાં આવી જાય
છે તેથી તેઓ બોલતા નથી અને શ્રાવકોને અઢાઈજ્જસુનો પાઠ આવેલ નહિ હોવાથી તેઓ તેને બોલે છે. એ રીતની એક કલ્પના થાય છે બાકી વિધિવાદમાં ખાસ યુક્તિવાદ
લગાડવો તે ઠીક નથી. ૭૨૬પ્રશ્ન ચોમાસી દેવવંદન થયા પછી ૧૩ ખમાસણા અને ૧૩ નવકાર
ગણીએ છીએ તો ૧૨ કે ૧૪ કેમ નહિ? ૧૩ જ નવકાર
ગણવાનું કારણ શું? ઉત્તર ૧૩ કાઠિયા કાઢવા, ૧૩ ખમાસમણાને ૧૩ નવકાર ગણવાનું
હોય તેમ લાગે છે અથવા વર્ષીતપ ૧૩ મહિનાનો છે તેથી પણ ૧૩નો આંક હોય તો તે સંભવિત છે. સિદ્ધગિરિની પ્રસિદ્ધ આ ક્ષેત્રમાં ઋષભદેવ ભગવાનથી થઈ અને તે ભગવાનને ૧૩ મહિનાના ઉપવાસ દીક્ષા લીધા પછી તરત કરવાના થાય તેની સ્મૃતિરૂપે ૧૩નો આંક હોય તો તે બનવાજોગ છે. અથવા સિદ્ધગિરિની પૂર્વકાલમાં ૧૩ ટૂંકો હતી એમ વૃદ્ધપુરૂષોના મુખેથી સાંભળ્યું હતું ૯ ટૂંકે છે, તે ૧૦મી હસ્તગિરિ ૧૧મી કદંબગિરિ ૧૨મી તાલધ્વજગિરિ ૧૩મી રેવતગિરિ આથી
૨૯૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org