SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ એકાંત નિયમ નથી. (પા. નં. પ૬) ૭૨૨ પ્રશ્ન સામાયિક પ્રતિક્રમણમાં મુહપત્તિનો શો ઉપયોગ છે જ્યારે વારેવારે મુહપત્તિ પડિલેહણ શા માટે હોય છે? ઉત્તર સામાયિક અને પ્રતિક્રમણમાં ત્રસકાય અને વાયુકાયની રક્ષા માટે મુહપત્તિ રાખવાનું શાસ્ત્રકારોનું વિધાન છે. ખુલ્લે મુખે બોલવાથી મુખમાં ત્રસકાયના જીવો ઘણીવાર પેસી જાય છે અને વાયુકાયની પણ વિરાધના થાય છે તે ન થાય તેટલા માટે મુખ આગળ હાથ પકડીને મુહપત્તિ રાખવાની છે. શરીર તથા આત્માની પવિત્રતા માટે મુહપત્તિનાં પડિલેહણનું વિધાન છે. પડિલેહણ કરતી વખતે શરીરના અંગો ઉપર મુહપત્તિ ફેરવવાથી શરીર પવિત્ર થાય છે. એમ ભાવના કરવાની છે અને મુહપત્તિના બોલ બોલવાથી આત્મા પવિત્ર થાય છે એમ ભાવના કરવાની છે આવી પવિત્રતા આવે એટલા માટે જ જ્ઞાનીઓએ મુહપત્તિના પડિલેહણનું વિધાન કર્યું છે. જિનપૂજા ૭૨૩ પ્રશ્ર સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી પ્રભુજીની પૂજા ન કરાય? ઉત્તર સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી પ્રભુજીની પૂજા થઈ શકે તેમાં કોઈ દોષ નથી. સિદ્ધચક્રજીની પૂજા એ ગુણોની પૂજા છે અને ગુણવાનના સમુદાયની પૂજા છે. કોઈ વ્યક્તિની પૂજા નથી માટે સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી પ્રભુજીની પૂજા થાય. સિદ્ધચક્રમાં રહેલા આચાર્યાદિ પદો અરિહંતો પ્રભુજીમાં પણ રહેલાં છે માટે પણ સિદ્ધચક્રની પૂજા કર્યા પછી અરિહંત પ્રભુજીની પૂજા થઈ શકે છે. (પા. નં. ૨૮). (૨૯૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy