SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય આ દિશામાં સાચું માર્ગદર્શન આપે છે એટલે તેની ઉપયોગીતા વિશે કાંઈ શંકા નથી. જિનપૂજા ૭૧૭ પ્રશ્ન ઘરમાં જ્યારે તીર્થંકર દેવો રહ્યા હોય ત્યારે તેઓ જિનબિંબોની પૂજા કરે કે નહિ? ઉત્તર ઘરમાં રહેલ તીર્થકર દેવ જિનેશ્વર દેવોના બિંબોને પૂજે છે એવો અધિકાર શત્રુંજય મહાસ્યમાં આવે છે. (૮મો સર્ગ અજિતનાથ ભગવાનનો અધિકાર - પા. નં. ૭). ૭૧૮ પ્રશ્ન ધૂપ-દીપ પ્રભુજી સે કમ સે કમ કિતના દૂર રખના ચાહિએ? ઉત્તર ઓછામાં ઓછું એકાદ હાથ દૂર ધૂપ-દીપ રખાય એ ઉચિત છે. (પા. નં. ૮) ૭૧૯ પ્રશ્ર પ્રભુને સવારે વાસક્ષેપથી પૂજા નવે અંગે થાય કે ફક્ત મસ્તકે જ થાય? પ્રભુજીને સવારે નવઅંગે વાસક્ષેપથી પૂજા કરવામાં કોઈ દોષ જણાતો નથી. (પા. નં. ૩૯) વિધિ-વિધાન ૭૨૦ પ્રશ્ન સ્થાપનાચાર્યમાં કોની સ્થાપના હોય છે? ઉત્તર સ્થાપનાચાર્ય આ શબ્દ જ ભાવાચાર્યની સ્થાપનાને કહે છે. મુખ્ય રીતે તે સ્થાપના ભાવાચાર્યની છે. (પા. નં. ૫૫) ૭૨૧ પ્રશ્ન સામાયિક માટે દિવસ રાત્રિનો સર્વ સમય અનુકૂળ કહેવાય કે અમુક સમયમાં જ કરવું જોઈએ? ઉત્તર સામાયિક કરવા માટે રાત્રિ દિવસનો સર્વ સમય અનુકૂળ કહેવાય છે. સામાયિક અમુક સમયમાં જ કરવું જોઈએ એવો (૨૯) ઉત્તર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy