SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૭ પ્રશ્ન દુ:ખ ગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય અને તેનું નિરૂપણ કયા શાસ્ત્રમાં છે? ઉત્તર પુત્ર, પતિ આદિના મરણથી કે તેવા અનિષ્ટ સંયોગથી વિખવાદપૂર્ણ આત્મહત્યાદિ કરાવનારા કર્મક્ષયથી બુદ્ધિ વિનાનો વેરાગ્ય તે દુ:ખ ગર્ભિત કહેવાય. ને તેનું સ્વરૂપ શ્રી હરિભદ્રસૂરિજીના અષ્ટકમાં તથા શ્રીમદ્યશોવિજયજી ઉપાધ્યાયજી કૃત શ્રી અધ્યાત્મસાર ગ્રંથમાં દંભત્યાગના અધિકારમાં વર્ણન છે. ૬૮૮ પ્રશ્ર યથાશક્તિ શબ્દ કયા પ્રસંગે જોડાય? ઉત્તર નિર્જરાના સાધનમાં શક્તિ વિચારાય પણ પાંચમહાવ્રતને અનુસરતી દીક્ષાના સંબંધમાં શક્તિના વિચારની જરૂર ન હોય અર્થાત્ યથાશક્તિ શબ્દનો પ્રયોગ કરાય તે ચાલે નહિ. ૬૮૯ પ્રશ્ર ઉપદેશ અને આદેશમાં ફેર શું? ઉત્તર સાધુ ઉપદેશ સુધી અધિકારી છે. આદેશનો પ્રસંગ થાય ત્યાં મન, વચન, કાયાથી કરાવવા, અનુમોદવાથી અટકે, ન અટકે તો વિરાધનામાં ઉતરવું પડે, કરવા લાયક છે એમ કહેવું તે ઉપદેશ અને “કર' એમ કહેવું તે આદેશ. ૬૯૦ પ્રશ્ન દેવતાઓ આવીને કઈ ગતિઓમાં જાય? ઉત્તર દેવતાઓ આવીને મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિમાં જ જાય. ૬૯૧ પ્રશ્ન ગચ્છો તો ઘણાં સંભળાય છે કયા આરાધક કયા વિરાધક? આજ્ઞા સાપેક્ષ આચારને સત્યપ્રરૂપણા હોય તો આરાધકપણું ઉત્તર છે. ૨૯૦ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy