________________
મહારાજાઓએ જે દ્વાદશાંગી અને ચૌદપૂર્વોમાં ગુંથું જે અત્યારે અંગોપાંગમાં જણાય છે) તે તમામ બદ્ધાગમ કહેવાય અને તે સિવાયનું જે કાંઈ ઉપલબ્ધ થાય તે તમામ અબાદ્ધગમ કહેવાય. જેમ વક્તા જેટલું બોલે તેટલું બધુંયે રિપોર્ટર લખી લે એવો નિયમ નથી તેમ શ્રી તીર્થકર મહારાજ જેટલું અર્થથી
કહે તે બધુંએ ગણધર દેવો શાસ્ત્રમાં રચે એવો નિયમ નથી. ૬૮૩ પ્રશ્ન આગમ એટલે શું? ઉત્તર તરણ તારણ શ્રી તીર્થકરોની દેશના અને શ્રી ગણધર
મહારાજઓએ ઝીલી ગુંથેલો તેનો (દેશનાનો) રિપોર્ટ. ૬૮૪ પ્રશ્ન ભાવદયા કોને કહેવાય? ઉત્તર કર્મક્ષયની ઈચ્છાની માર્ગમાં જોડવાની ભાવના તે ભાવદયા
છે.
૬૮૫ પ્રશ્ન પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન કહે તો સમ્યક્દર્શન ન રહે
ખરું? ઉત્તર જીવાદિ તત્ત્વોના સ્વરૂપને અંગે જે જે જીવાદિતત્ત્વ સ્વરૂપ
હોય તેને તે તે સ્વરૂપે માને અને કહે તો જ સમ્યગ્દર્શન
ગણાય એ વાત ખરી. પરંતુ વ્યવહારને અંગે તેમ નથી. ૬૮૬ પ્રશ્ન શૈવ, વૈષ્ણવ અને જૈન એ શબ્દનો અર્થ શો? ઉત્તર शिवो देवता अस्य इति शैवः, विष्णुदेवता अस्य इति वैष्णवः,
તેવી જ રીતે બિનો તેવતા મરચતિ નૈન: આવી રીતે શિવ, વિષ્ણુ અને જિન (તીર્થકર) દેવતા દેવને માનનારા જે કોઈપણ હોય તે અનુક્રમે શૈવમતવાળા, વૈષ્ણવમતવાળા અને જૈનમતવાળા કહેવાય છે. શૈવાદિક શબ્દો તદ્ધિત પ્રકરણના દેવતાના અર્થમાં આવતાં સૂત્રમાં સૂચિત 4 પ્રત્યયથી બનેલા
૨૮૯)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org