SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ર પ્રશ્ન દેશ ભૂખે કેમ કરે છે? ઉત્તર એમાં એમ કહેવાય છે કે ધર્મની અપેક્ષાએ પૂછો છો કે દેશની અપેક્ષાએ દેશની અપેક્ષાએ પૂછતું હોય તો આળસથી ભૂખે મરે છે કારણ કે ઉધમનો અભાવ છે. ધર્મની અપેક્ષાએ તપાદિ ધર્મમાં તેની ગણત્રી છે પણ ખાવાની ઈચ્છા છતાં ભૂખે મરવાનું તો પાપના ઉદયથી જ છે. ૬૯૩ પ્રશ્ન તમારે રોટલાની ચિંતા ખરી કે નહિ? ઉત્તર રાજાને રોટલાં કે રહેઠાણ વગેરેની ચિંતા ખરી! તે પુણ્યવાનને બધી અનુકૂળતા તેની પ્રજાને સેવકો સેવા ધર્મ સમજી પૂરી પાડે છે તેવી રીતે સાધુ મહાત્માઓના પ્રબલ પુણ્ય પ્રભાવે શ્રાવકોનાં હૃદયો ઉપાસનામાં તત્પર રહે છે. ૬૯૪ પ્રશ્ન પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કેવી પ્રવૃત્તિથી પડે? ઉત્તર જીવદયા (૧), વૈરાગ્ય (૨), વિધિથી ગુરૂપૂજન (૩), અને શુદ્ધશીલથી (૪) પુણ્યાનુબંધી પુણ્યનો બંધ છે. ૬૯૫ પ્રશ્ન કયા મુદ્રાએ દુનિયાનો ત્યાગ કરે તો મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય? ઉત્તર દેવલોક રાજા-મહારાજપણું ચક્રવર્તી - વાસુદેવાદિપણું આદિની ઈચ્છાએ જે સંસારનો ત્યાગ કરી પંચાગ્નિ કરનારા જંગલમાં તાપસપણું સ્વીકારીને નાગરિક સંસર્ગ છોડી દેનારા પદ્ગલિક ઈચ્છાવાળાઓને વૈભવનો મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય. ૬૯૬ પ્રશ્ન તીર્થકરો જિનેશ્વર શા માટે કહેવાય છે? ઉત્તર બિનાનાં નિષ વ શ્ચર: તિ વિનેશ્વર: ચાર પ્રકારના જિનોમાં ચોત્રીશ અતિશયને પાંત્રીશ ગુણયુક્ત વાણીવાળા ૨૯૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy