SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર સ્ત્રી, જપમાળા, શસ્ત્ર, કમંડલથી રહિત અને શાંત ધ્યાનાષ્ટ સમતામતવાળી, શાંતરસમશ્ન, મુખના વિકાર રહિત એવી સાચા ભગવાનની મૂર્તિ હોય છે. ૬૩૫ પ્રશ્ન તમારા કહેવાનુસારે તો જૈનધર્મ અમને ઘણો ઉત્તમ જણાય છે તો પછી એનો પ્રચાર ઘણો કેમ નથી? ઉત્તર જૈન ધર્મના નિયમો એવા કઠિન છે કે તેના ઉપર અલ્પસત્વશાળી જીવો ઘણું ચાલી ન શકે. ગૃહસ્થધર્મ તથા સાધુધર્મ ઘણા નિયમોથી નિયંત્રિત છે અને જૈન ધર્મનું તત્વજ્ઞાનતો ઘણા જૈનો પણ જાણી શકતા નથી તો પછી અન્યધર્મીઓને તો સમજવું ઘણું જ કઠિન છે. બૌદ્ધમતના ગોવિંદાચાર્યે ભરૂચમાં જૈનાચાર્યો સાથે ચર્ચામાં હાર ખાધી જૈન તત્વજ્ઞાન જાણવા માટે કપટથી જૈનદીક્ષા લીધી કેટલાક શાસ્ત્રો ભણીને પાછા બૌદ્ધ બની જૈન ધર્મનું ખંડન કરવા કમ્મર બાંધીને જૈનાચાર્યો સાથે ચર્ચા કરી પણ હારી ગયા. ફરી જૈન દીક્ષા લીધી ભણીને પાછા બોદ્ધ થઈ ચર્ચા કરી હાર્યા એ પ્રમાણે કેટલીક વાર જૈનશાસ્ત્ર ભણ્યા પરંતુ તેનું તત્વ ન પામ્યા. આખરમાં કંઈક તત્વ પામ્યા તો પાછા બૌદ્ધ ન થયા. જેનધર્મ સમજવો અને પાળવો બંને રીતે કઠિન છે માટે ઘણો પ્રચાર નથી થયો કોઈક કાળમાં ઘણો પ્રચાર થાય તો એમાં શું નિષેધ હોય. એ પ્રમાણે મીમાંસાના વાર્તિકકાર કુમારિલ ભટ્ટ અને કિરણાવલિના કર્તા ઉદયને પણ કપટથી જૈન દીક્ષા લીધી હતી પરંતુ તત્વ પામ્યા નહીં. (૨૭૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy