________________
ઉત્તર જીવના શુભાશુભ બધાય કર્મો નાશ પામે છે ત્યારે જીવને
નિર્વાણપદ પ્રાપ્ત થાય છે. ૬૨૪ પ્રશ્ન નિર્વાણ થયા પછી આત્મા ક્યાં જાય છે અને ક્યાં રહે છે? ઉત્તર નિર્વાણ થયા પછી આત્મા લોકના અગ્રભાગે જાય છે અને
સાદિ અનંતકાળ સુધી ત્યાં જ હંમેશા રહે છે. ૬૨૫ પ્રશ્ન શું બધા જીવો એકસરખા નથી કે જેથી બધા જીવો નિર્વાણપદ
પામશે નહીં? ઉત્તર જીવ બે પ્રકારને એક ભવ્ય જીવ બીજા અભવ્ય જીવ છે.
તેમાં જે અભવ્ય જીવ હોય છે તે કદીપણ નિર્વાણપદ પ્રાપ્ત કરશે નહિં કેમ કે તેમનામાં અનાદિ સ્વભાવથી નિર્વાણપદ
પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી. ૬૨૬ પ્રશ્ન આત્મા અમર છે, અવિનાશી છે આ હકીકતમાં શું પ્રમાણ છે? ઉત્તર જે વસ્તુની ઉત્પત્તિ થાય છે તે નાશવંત હોય છે પરંતુ આત્માની
ઉત્પત્તિ થઈ નથી કેમ કે જે વસ્તુની ઉત્પત્તિ થાય છે તેનું ઉપાદાનકરણ હોય છે. ઉપાદાન એટલે કારણ જ કાર્યરૂપ થઈ જવું જેમ માટીનો પિંડ જ ઘડા રૂપ થઈ જાય છે માટે ઘડાનું ઉપાદાન કારણ માટીનો પિંડ છે. આત્માનું ઉપાદાન કારણ કોઈ અરૂપી જ્ઞાનવાન વસ્તુ હોવી જોઈએ જેનાથી આત્મા બની શકે એમ આત્માની પૂર્વમાં કોઈપણ ઉપાદાન કારણ નથી માટે આત્મા અનાદિ અનંત અવિનાશી પદાર્થ છે અને જે ભવ્ય જીવ છે તેમાં નિર્વાણપદ પામવાની યોગ્યતા તો છે પરંતુ જેમને જેમને નિર્વાણ થવાના નિમિત્તો મળશે
તેઓ નિર્વાણપદ પામશે બીજા નહિં. ૬૨૭ પ્રશ્ન કયા કારણથી જીવને પુનર્જન્મ કરવો પડે છે?
૨૭૨)
૨૭૨ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org