SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ પ્રશ્ન ઉત્તર ૬૧૫ પ્રશ્ન ઉત્તર ૬૧૬ પ્રશ્ન ઉત્તર ૬૧૭ પ્રશ્ન બાદર રૂપી, અરૂપી, વ્યવધાન રહિત અને વ્યવધાન સહિત દૂર, નજીક, અંદ૨ કે બહાર બધી ચીજોને જાણે અને જુએ તે કેવલજ્ઞાન આ જ્ઞાનના કોઈ ભેદ નથી. આ પાંચે જ્ઞાનનું વિશેષ સ્વરૂપ જોવું હોય તો નંદિસૂત્ર મલયગિરિમની ટીકા સાથે વાંચવું અથવા સાંભળવું. શ્રી મહાવીરજીની સેવામાં શું ઈન્દ્ર વગેરે દેવો રહેતા હતા ? છદ્મસ્થામાં તો એક સિદ્ધાર્થ નામનો દેવ ઈન્દ્રની આજ્ઞાથી મરણાંત કષ્ટ દૂર કરવા માટે હંમેશા સાથે રહેતો હતો અને ઈન્દ્ર વગેરે દેવો કોઈ કોઈ વખતે વંદન કરવા માટે કે સુખશાતા પૂછવા ઉપસર્ગો દૂર કરવા માટે આવતા હતા અને કેવળજ્ઞાન થયા પછી હંમેશા દેવો સેવામાં હાજર રહેતા હતા. શ્રી મહાવીર સ્વામીજીને ઉપસર્ગ થવાનું કારણ શું હતું? પૂર્વભવોમાં રાજ્ય કરતી વખતે તેઓ ઘણા પાપો કર્યા હતા તે બધા પાપો આ જન્મમાં (ભવમાં) જ નાશ પામવા જોઈએ માટે નિકાચિત અશાતા વેદનીય કર્મોના ફળ સ્વરૂપ ઉપસર્ગોથી જ તે કર્મોને ભોગવીને ક્ષય કર્યા માટે ઘણા ઉપસર્ગો થયા. શ્રી મહાવીર સ્વામીજીએ પરિષહો શા માટે સહન કર્યા અને તપ શા માટે કર્યું ? જો ભગવાને પરિષહો સહન ન કર્યા હોત અને તપ ન કર્યું હોત તો પૂર્વોપાર્જિત પાપ, કર્મ, ક્ષય ન થાત. કર્મક્ષય વગર કેવળજ્ઞાન અને નિર્વાણપદ એ બંને પ્રાપ્ત ન થાત માટે પરિષહો-ઉપસર્ગો સહન કર્યા અને તપ પણ કર્યું. શ્રી મહાવીર સ્વામીએ કેવા પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી હતી? Jain Education International2010_03 ૨૭૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy