________________
૮. શ્રી જૈનધર્મ વિષયક પ્રશ્નોત્તર (આત્મારામજી)
જૈનધર્મના તત્વથી અજ્ઞાત એવા યુવાવર્ગને જૈન દર્શનની માહિતી મળે તેવા હેતુથી આ ગ્રંથની રચના કરી છે. જૈનધર્મ અનાદિકાળથી છે અને એક સ્વતંત્ર ધર્મ છે તે વાત સ્વીકારવી જોઈએ. આ ગ્રંથમાં કર્મનું સ્વરૂપ, જિનપૂજા, મહાવીર સ્વામી આઠમદ, મુનિધર્મ, શ્રાવકધર્મ, જૈન અને બૌદ્ધમત વગેરેને સ્પર્શતા માહિતીપ્રધાન પ્રશ્નોનો સમાવેશ થયો છે. પૂ. આત્મારામજી મ.સાહેબે આ ગ્રંથ હિન્દીમાં રચ્યો હતો અને તે ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ થયેલ છે.
૬૧૦ પ્રશ્ન
ઉત્તર
૬૧૧ પ્રશ્ન
ઉત્તર
જિન અને જિનશાસન આ બંને શબ્દોનો અર્થ શું છે ? જેણે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કામ, અજ્ઞાન, રતિ, અતિ, શોક, હાસ્ય, જાગુપ્સા એટલે ઘૃણા, મિથ્યાત્વ વગેરે ભાવશત્રુઓને જિત્યા છે તેને જિન કહેવાય. આ જિન શબ્દનો અર્થ છે. ઉપર કહેલ એવા પ્રકારના જિનેશ્વરનો ઉપદેશ એટલે ઉત્સર્ગ અપવાદરૂપ માર્ગ વડે હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ તેને જિનશાસન કહેવાય છે. તાત્પર્યાર્થ આ છે કે અભિધાન ચિંતામણિ અને અનુયોગ દ્વારની ટીકા વગેરેમાં પણ આ પ્રમાણે જ અર્થ છે.
શ્રી ઋષભદેવજીએ જેવો ધર્મ ચલાવ્યો હતો તેવો જ ધર્મ આજ સુધી ચાલી રહ્યો છે? કે તેમાં કોઈ જાતનો ફેરફાર થયો છે ?
શ્રી ઋષભદેવજીએ જેવો ધર્મ ચલાવ્યો હતો તેવો જ ધર્મ શ્રી મહાવીર ભગવંતે ચલાવ્યો તેમાં કિંચિત્ માત્ર પણ ફેરફાર નથી. તે જ ધર્મ વર્તમાનકાળમાં જૈનમતમાં ચાલે છે.
Jain Education International 2010_03
૨૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org