________________
દેશવિરતિ,સર્વ વિરતિ યાવતું મોક્ષ પણ પામી શકે છે. ૬૦૨ પ્રશ્ન નિગોદના જીવોને આહાર સંજ્ઞા અને કષાય હોય? ઉત્તર આહાર, ભય, મૈથુન અને પરિગૃહ એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે
પ્રત્યેક નિગોદને હોય છે. એ જ પ્રમાણે ચારે કષાયો પણ
અવ્યક્તપણે હોય છે. ૬૦૩ પ્રશ્ન નિગોદના જીવોને ત્રણ વેદમાંથી કયો વેદ હોય? ઉત્તર નિગોદના જીવોને કેવળ નપુંસક વેદ જ હોય છે અને તે પણ
કષાય અને સંજ્ઞાની માફક અવ્યક્ત હોય છે. ૬૦૪ પ્રશ્ન જ્યારે કોઈ એકગતિમાં વર્તતા જીવનું આયુષ્ય પૂર્ણ થાય છે
અને તે અન્ય ગતિમાં ઉત્પન્ન થાય છે તે અન્યગતિમાં ઉત્પન્ન
થનારો જીવ કેટલા પ્રકારે અન્ય ગતિમાં ઉત્પન્ન થાય? ઉત્તર એક ગતિમાંથી (ભાવ) અન્ય ગતિમાં (ભવ) ઉત્પન્ન થનારો
જીવ બે પ્રકારે ઉત્પન્ન થાય છે. એક ઈલિકા ગતિ અને બીજી
કન્દુક ગતિ વડે અથવા ઋજાગતિ અને વિક્રાગતિ વડે. ૬૦૫ પ્રશ્ન ઈલિકા ગતિ અને કન્કગતિ કોને કહેવાય છે? ઉત્તર ઈયળ જેમ પોતાનું આગવું શરીર ફેંકીને ત્યારબાદ પાછલના
શરીરને સંકોચીને ઈષ્ટ સ્થાને જાય છે તેમ જીવ પણ પ્રથમ આત્મપ્રદેશોને દીર્ઘદંડાકાર કરી ઉત્પત્તિ સ્થાને પહોંચે છે તે વખતે મરણસ્થાન અને ઉત્પત્તિસ્થાન એ બંને સ્થાનમાં અને અત્તરાલમાં આત્મપ્રદેશની દીર્ઘશ્રેણિ લંબાયેલી હોય છે. ત્યારબાદ મરણ સ્થાનમાં આત્મપ્રદેશોને સંહરી લઈ સર્વે આત્મપ્રદેશો ઉત્પત્તિ સ્થાનમાં ખેંચી લે છે તેને “ઈલિકાગતિ કહેવાય છે. દડો જેમ સર્વાશે ઉછળીને અન્ય સ્થાને જઈ પહોંચે છે તેમ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org