SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે આપવામાં આવેલ છે. આ પ્રશ્નો દેવલોક, નરક, નિગોદ, આયુષ્ય, વનસ્પતિકાય, કેવળજ્ઞાન, સાધુ, આચાર, સિદ્ધગતિ, દ્રવ્યાનુયોગ જેવા તાત્વિક વિષયોને લગતાં પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા છે. નમૂનારૂપે કેટલાંક જાણવાલાયક પ્રશ્નો નીચે પ્રમાણે છે. પ૮૩ પ્રશ્ન અમદાવાદવાળા ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ મૃતકને બાળીને આવ્યા પછી તે જ દિવસે પૂજા કરતા હતા તો તે થઈ શકે છે? ઉત્તર પૂજા સંબંધમાં જણાવવાનું કે એક ઉત્સર્ગ અને બીજો અપવાદ માર્ગ છે. એક ધોરીમાર્ગ છે જ્યારે બીજો ખાસ કારણે અપવાદ માર્ગ છે. ઘોરી માર્ગ વ્યવહારથી સ્મશાને જનાર વ્યક્તિ તે જ દિવસે પૂજા કરી શકે નહિ તેમ છતાં પૂજાના નિયમવાળા સમકિતધારી વ્યક્તિ ગમે તેટલું મોડું થાય કે આવું નિમિત્ત મળે તો શુદ્ધિ કરીને પૂજા કરે તેમાં કોઈ દોષ નથી. અન્ય વ્યક્તિઓ તેનું અનુસરણ કરે તે ઉચિત નથી. ૫૮૪ પ્રશ્ન ભાદ્રપદ માસમાં શાંતિનાત્ર તથા અષ્ટોત્તરી નાત્ર ભણાવાય કે કેમ? ન ભણાવાય તેવો કોઈ નિષેધ આપના જાણવામાં છે? ચોમાસામાં શ્રાવણ માસમાં પ્રતિષ્ઠા વગેરે તેમજ અશ્વિન માસમાં શુભકાર્ય પ્રસંગે અષ્ટોત્તરી તેમજ શાંતિસ્નાત્ર થતું જોવામાં આવે છે. ભાદ્ર માસમાં શ્રાદ્ધ વગેરેના દિવસોને લોકિક દૃષ્ટિએ અશુભ મનાતા હોઈ તે માસમાં શાંતિસ્નાત્ર વગેરે કરાવવા સંબંધમાં છાણીવાળા જમનાદાસભાઈ અથવા નગીનભાઈને પૂછવું. પ૮૫ પ્રશ્ર શ્રી ભગવતી સૂત્રનું મૂળ તથા ટીકાનું પ્રમાણ કેટલું? ઉત્તર (૨૬૧) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy