________________
અતિચારમાં “ખાદિ લગે અદેખાઈ ચિતવી' આ પ્રમાણે પાઠ આવે છે તો એ સ્થાનમાં “ખાદિ લગે અદેખાઈ” નો અર્થ શું
થાય છે? ઉત્તર “ખાદિ' શબ્દ શોરસેનની તથા માગધી ભાષાનો છે. તેનો
સંસ્કૃતમાં ખ્યાતિ અર્થ છે એટલે પ્રસિદ્ધિ, કીર્તિ, પ્રશંસા આદિ અર્થો થાય છે. ખાદિ શબ્દનો અર્થો મનયા' આ શ્રી સિદ્ધહેમ વ્યાકરણના આઠમા અધ્યાયના બીજા પદના ૭૮મા સૂત્રની યકારનો લોપ થવાથી ખાતિ' એવું રૂપ સિદ્ધ થાય પછી તો દોડનારી શૌરસેન્યા યુક્તસ્ય આ આઠમા અધ્યાયના ચોથા પાઠના ૨૦૮માં સૂત્રથી “તકાર' નો દકાર થવાથી “ખાદિ’ રૂપ સિદ્ધ થાય છે. અર્થાત્ ખાદિ એટલે ખ્યાતિ-જગતમાં કોઈની પ્રશંસા કરે અથવા જગતમાં કોઈની કીર્તિ થતી હોય તે દેખીને તેના ઉપર મનમાં અદેખાઈ, ઈર્ષ્યા કરી હોય
એવો અર્થ થાય છે. ૫૮૨ પ્રશ્ર વર્તમાન ચોવીશીમાં દશ અચ્છેરાં થયાં તેવા પૂર્વે થયેલા છે?
વર્તમાન ચોવીશી-અનંત ચોવીશી પૂર્વે શ્રી ધર્મશ્રીનામના તીર્થકર મહારાજાના શાસનમાં સાત આશ્ચર્ય (અચ્છેરાં) થયેલ છે. શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનમાં આનો ઉલ્લેખ છે.
૭. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા પ્રશ્નોત્તર મોહનમાળામાં કુલ ૩૨૫ પ્રશ્નો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. તેમાં પ. શ્રી ખાન્તિવિજયજીએ પૂછેલા પ્રશ્નો અને મુંબઈના ચાતુર્માસ દરમ્યાન મુનિભગવંતો અને શ્રાવકોએ પૂછેલા પ્રશ્નોના પૂ.આ.શ્રી મોહનસૂરિએ ઉત્તરો આપ્યા હતા તેનો આ ગ્રંથમાં સંચય થયો છે. પૂ. શ્રી એ આપેલા ઉત્તરો માટે આગમશાસ્ત્ર અને અન્ય પ્રાચીન ગ્રંથોનો આધાર મૂળપાઠ અને ભાષાંતર
ઉત્તર
૨૬૦)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org