SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર સામાયિક કે પૌષધમાં શ્રાવક વાસપાદિકથી પૂજા કરી શકે આ વાત સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં કહેવામાં આવી છે. વિભાગ - ૨ પ૬૭ પ્રશ્ન પૂર્વ કઈ ભાષામાં હતા? ઉત્તર પૂર્વ સંસ્કૃત ભાષામાં હતા. જગરૂ ભટ્ટારકશ્રી હીરસૂરીશ્વરજીકૃત હીર પ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં તેનો ઉલ્લેખ મળે છે. પ૬૮ પ્રશ્ન મોતીની ઉત્પત્તિ કેટલા અને કયા કયા સ્થાનોમાં થાય છે? ઉત્તર ૧. હાથીના કુંભસ્થળમાં, ૨. શંખમાં, ૩. માછલીના મુખમાં, ૪. વાંસમાં, ૫. વરાહની દાઢમાં, ૬. ચાંદાના મસ્તક ઉપર, ૭. મેઘમાં, ૮.છીપમાં આ આઠ સ્થાનોમાં મોતીની ઉત્પત્તિ થાય છે. પ૬૯ પ્રશ્ન પાનની જડ આહારી છે કે અણાહારી? શાસ્ત્રમાં પાનની જડને સ્વાદિકામાં ગણેલી હોવાથી તે આહારી છે પણ અણહારી નથી. આનો ઉલ્લેખ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં મળે છે. ઉત્તર પ૦ પ્રશ્ન શ્રી કલ્પસૂત્રમાં “સમણ ભગવું મહાવીરે” આ પ્રથમ સૂત્રમાં અને બીજા સૂત્રોમાં સમણ' શબ્દ આવે છે તેનો અર્થ શો? ઉત્તર “સમણ' નો અર્થ ઘોર તપસ્યા કરનાર થાય છે. તે શબ્દ ચાર મૂળ અતિશયોનું પણ સૂચન કરે છે. આ પ્રમાણે કલ્પસૂત્રની કિરણાવલી ટીકામાં ઉલ્લેખ થયો છે. શ્રમ, ધાતુ, તપ અને ખેદ એમ બે અર્થમાં છે. તેમાંથી આ સ્થળે “તપ” ના અર્થમાં લેવાનો છે. સમણ' એટલે સમના અર્થ કરીએ તો જ્ઞાનાતિશય. સમણ” એટલે “શમના” અર્થ કરીએ તો ભગવાન રોગાદિ ૨૫૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy